________________
* ક્યારેક ક્યારેક કોઈ ગામમાં જતા ત્યારે ત્યાં લોકો તેમને મારવા
લાગતા અને તેમને બીજા ગામમાં જવામાં અવરોધરૂપ બનતા. * લોકો તેમના ઉપર વિવિધ પ્રહારો કરતા, જેથી તેમનું શરીર
ક્ષત-વિક્ષત થઈ ગયું. તેમને વારંવાર દડાની જેમ ઉછાળવામાં આવ્યા, પછાડવામાં આવ્યા. કૂતરા પણ મહાવીરને કરડવા માટે દોડતા તો લોકો તે કૂતરાને રોક્તા નહીં. મોટા ભાગના લોકો તો એવા હતા કે જે કૂતરાને
પંપાળીને કરડવા માટે પ્રેરતા હતા! આ રીતે અનાર્ય પ્રદેશમાં સમભાવપૂર્વક ઉપસર્ગ સહન કરતા રહીને ડાન કર્મનિરા કરી. આર્ય પ્રદેશ તરફ પુનઃ જતી વખતે પૂર્ણ કલશ નામના અનાર્ય ગામમાં પધાર્યા. રસ્તામાં ચોર મળ્યા. ચોરો અપશુકન સમજીને તીક્ષ્ણ શસ્ત્રો વડે પ્રહાર કરવા માટે તત્પર થયા, તો ઈન્દ્રએ સ્વયં ઉપસ્થિત થઈને તેમના એ પ્રયાસોને નિષ્ફળ કરી દીધા. આર્યદેશમાં પહોંચીને ભગવાને મલય દેશની રાજધાની ભદિલા નગરીમાં પધારીને ચાતુર્માસ ર્યો અને ચાતુર્માસિક તપ કર્યું. સાધનાનું છઠું વર્ષ
ભદિલાથી વિહાર કરીને કદલી સમાગમ, જંબૂસંડ થઈને તંબાય સંનિવેશ પધાર્યા. ત્યાં પાર્શ્વ પરંપરાના મુનિ નંદિસેન સાથે ગોશાલકને તકરાર થઈ. ત્યાં કૂપિય સંનિવેશ પધારતાં તેમને ગુપ્તચર સમજીને પકડી લેવામાં આવ્યા. પરિચય પૂછવા છતાં તેઓ મૌન રહ્યા તેથી તેમને માર મારવાનું શરૂ કર્યું. ભગવાન પાર્શ્વની પરંપરામાં અગાઉ શિષ્યાઓ તરીકે રહી ચૂકેલી, વિજયા તથા પ્રગર્ભા નામની પરિવ્રાજિકાઓ આવી અને સમજવીને તેમને છોડાવ્યા. સૌએ ભગવાનની ક્ષમાયાચના કરી. કૃપિય સંનિવેશથી ભગવાને વૈશાલી તરફ વિહાર કરી દીધો.
ગોશાલક એમ કહીને ભગવાનથી અલગ થઈ ગયો કે, “આપની સાથે રહેવાથી મારે પણ કષ્ટ સહેવાં પડે છે. આપ મારો કોઈ બચાવ કરતા નથી. તેથી હું આપને છોડીને એકલો જ વિહાર કરીશ.” આમ કહીને તે રાજગૃહ તરફ ચાલી નીકળ્યો.
વૈશાલીમાં લુહારની કર્મશાળામાં અનુમતિ લઈને ભગવાન ધ્યાનારૂઢ થઈ ગયા. કર્મશાળાના એક કર્મકાર-લુહાર જે છ મહિનાથી અસ્વસ્થતાને કારણે આવી શકતો નહતો, તે સ્વસ્થ થતાં શુભ દિવસ જોઈને આવ્યો. સામે ઊભેલા ભગવાનને અપશુકન સમજીને હથોડા વડે મારવા દોડ્યો તો તેના હાથ
તીર્થકરચરિત્ર | ૨૦૬