________________
એકાએક ત્યાં જ સ્થિર થઈ ગયા અને તેનો પ્રહાર નિષ્ફળ ગયો.
વૈશાલીથી વિહાર કરીને ગ્રામક સંનિવેશમાં વિભેલક યક્ષની ભૂમિમાં ભગવાન ધ્યાનાસીન બન્યા. ભગવાનના તપોમય જીવનથી પ્રભાવિત થઈને યક્ષ તેમનાં ગુણકીર્તન કરવા લાગ્યો. ત્યાંથી ભગવાન શાલિશીર્ષના રમણીય ઉદ્યાનમાં પધાર્યા. “કટપૂતના” નામની વ્યંતર દેવીએ ભગવાનને ખૂબ કષ્ટ આપ્યાં. અંતે શાંત થઈને ભગવાનની ક્ષમાયાચના કરીને તે ચાલી ગઈ. ત્યારબાદ ભદિયા નગરીમાં ભગવાને પાવસ પ્રવાસ કર્યો. ત્યાં તેમણે ચાતુર્માસિક તપ કર્યું. ગોશાલક પણ છ મહિના સુધી વિવિધ કષ્ટો ભોગવતો રહીને પુનઃ ભગવાનનાં ચરણોમાં પહોંચીને સાથે રહેવા લાગ્યો. સાધનાનું સાતમું વર્ષ
ભદિયા નગરીથી મગધ તરફ વિહાર કર્યો અને આલંભિયા નગરમાં ચાતુર્માસિક તપ સહિત પોતાનો ચાતુર્માસ સંપન્ન કર્યો. આ વર્ષ ભગવાન માટે ઉપસર્ગ વગરનું રહ્યું. સાધનાનું આઠમું વર્ષ
ચાતુર્માસ સમાપ્ત થતાં વિહાર કરીને ભગવાન કુડાક, મદ્રના સંનિવેશ તથા બહુસાલ થઈને લોહાર્ગલ પધાર્યા. શત્રુપક્ષનો માણસ સમજીને મહાવીરને રાજા જિતશત્રુ સામે ખડા કરવામાં આવ્યા. ત્યાં જ અસ્થિ ગામના નૈમિતજ્ઞ ઉત્પલ બેઠા હતા. તેમણે ભગવાનને ઓળખી લીધા. તેઓ તરત જ ઊભા થયા અને તેમનાં ચરણોમાં વંદન કરીને રાજાને ભગવાનનો પરિચય કરાવ્યો. ભગવાનને સમ્માનપૂર્વક વિદાય કરવામાં આવ્યા. ત્યાંથી પુરિમતાલ, શકટમુખ, ઉન્નાગ થઈને રાજગૃહમાં ચાતુર્માસ સંપન્ન કર્યો. ત્યાં તેમણે ચાતુર્માસિક તપ કર્યું. સાધનાનું નવમું વર્ષ
ચાતુર્માસ પછી વિશેષ કર્મો ખપાવવા માટે વજભૂમિ, શુભભૂમિ જેવા અનાર્ય પ્રદેશોમાં ભગવાન પુનઃ પધાર્યા. ત્યાં અરણ્યમાં, ખંડેરોમાં ભગવાન ધ્યાન કરતા રહ્યા. અનાર્ય લોકોએ ત્યાં તેમને અનેક પ્રકારનાં કષ્ટો આપ્યાં. તે કષ્ટો સમભાવપૂર્વક સહન કરીને પ્રભુએ મહાન કર્મનિર્જરા કરી. ત્યાં તેમને ચાતુર્માસ માટે યોગ્ય સ્થાન ન મળવાથી તેમણે ચાલતાં ચાલતાં ચાતુર્માસ પૂર્ણ કર્યો. સાધનાનું દશમું વર્ષ
અનાર્ય ભૂમિથી વિહાર કરીને ભગવાન આર્ય દેશની કર્મભૂમિમાં પધાર્યા. ગોશાલક પણ તેમની સાથે હતો. રસ્તામાં સાત પુષ્પવાળા તલનો
ભગવાન શ્રી મહાવીર ૨૦૭