SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ એક છોડ જોઈને ગોશાલકે પૂછ્યું, ‘ભગવાન ! આ છોડ ફળયુક્ત બનશે ?’ ભગવાને કહ્યું, ! હા, આ છોડ ફળશે અને સાત ફૂલોના જીવ તેના પ્રત્યેક ફળમાં ઉત્પન્ન થશે.’ ગોશાલકે ભગવાનના કથનને મિથ્યાપ્રમાણિત કરવા માટે તે છોડને ઉખાડીને ફેંકી દીધો. સંયોગવશાત્ એ જ સમયે થોડોક વરસાદ પડ્યો અને તે છોડ પુનઃ ત્યાં રોપાઈ ગયો. થોડાક સમય પછી જ્યારે ભગવાન ત્યાંથી પસાર થયા ત્યારે ગોશાલકે તેમને કહ્યું, ‘પ્રભુ ! આપની ભવિષ્યવાણી ખોટી પડી.’ ભગવાને કહ્યું, ‘તેં તલના જે છોડને ઉખાડી નાખ્યો હતો તે ત્યાં જ ઊગી ગયો છે.’ ગોશાલકને આ વાત ઉપર વિશ્વાસ ન બેઠો. તેણે છોડની ફળીને તોડીને જોયું તો તેને સાત જ તલ મળ્યા. આ ઘટનાથી તેનો વિશ્વાસ અધિક દૃઢ થઈ ગયો કે જગતમાં સઘળું નિયતિ પ્રમાણે જ થાય છે અને જે જીવ જે યોનિમાં છે તે મૃત્યુ પામીને એ જ યોનિમાં ઉત્પન્ન થાય છે. કૂર્મ ગામની બહાર વૈશ્યાયન તાપસ સૂર્યની સામે બે હાથ ઉપર ફેલાવીને વિશેષ આતાપના કરી રહ્યો હતો. પ્રખર તાપથી આકુળ-વ્યાકુળ થઈને તેની જટામાંથી જુઓ નીચે પડતી હતી. વૈશ્યાયન તાપસ તે જુઓને પકડી પકડીને પુનઃ પોતાની જટામાં મૂકતો હતો. ગોશાલકે જ્યારે આ દશ્ય જોયું ત્યારે તે બોલી ઊઠ્યો, ‘અરે ! તું તે તપસ્વી છે કે જુઓનું નિવાસસ્થાન ?’ તાપસ શાંત રહ્યો. ગોશાલક વારંવાર એ પ્રમાણે બોલતો રહ્યો તેથી તાપસ ક્રોધિત થયો. ગોશાલકને મારવા માટે તે પાંચ-સાત હાથ પાછળ ખસ્યો અને તેણે તેજોલશ્યાનો પ્રયોગ કર્યો. આગના ભડકાઓ ગોશાલક તરફ ફેંકાવા લાગ્યા. ભયગ્રસ્ત ગોશાલક ભાગ્યો અને ભગવાનનાં ચરણોમાં સંતાઈ ગયો. ભગવાને અનુકંપાવશ શીતળ લેશ્યાનો પ્રયોગ કરીને તેની તેજોલેશ્યાને પરાજિત કરી દીધી. ગોશાલકને સુરક્ષિત જોઈને તાપસ ભગવાનની શક્તિને ઓળખી ગયો અને વિનમ્ર શબ્દોમાં ભગવાન પાસે ક્ષમા યાચવા લાગ્યો. ગોશાલકે ભગવાન પાસે તેજોલેશ્યાની પ્રાપ્તિનો ઉપાય પૂછ્યો, તો ભગવાને બતાવી દીધો. તેજોલેશ્યાની સાધના માટે તે ભગવાનથી અલગ થઈ ગયો અને શ્રાવસ્તીમાં હાલાહલા કુંભારણના ઘેર રહીને તેજોલેશ્યાની સાધના કરવા લાગ્યો. ભગવાન દ્વારા બતાવવામાં આવેલી વિધિ પ્રમાણે તપ, આયંબિલ તેમજ આતાપના કરીને ગોશાલકે તેજોલેશ્યા પ્રાપ્ત કરી લીધી. પ્રથમ પરીક્ષણ તરીકે તેણે કૂવા પાસે પાણી ભરતી એક દાસી ઉપર પ્રયોગ કર્યો. તેોલેશ્યા પ્રાપ્ત થયા પછી ગોશાલકે છ દિશાચરો પાસેથી નિમિત્તશાસ્ત્રનો અભ્યાસ કર્યો, જેથી સુખ-દુઃખ, લાભ-હાનિ, જીવન-મરણ વગેરે છ બાબતોમાં સિદ્ધવચન બની ગયો. તેજોલેશ્યા અને નિમિત્તજ્ઞાન જેવી અસાધારણ શક્તિઓથી ગોશાલકનું મહત્ત્વ વધી ગયું, તેના અનુયાયીઓ પણ તીર્થંકરચરિત્ર ૨૦૮
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy