________________
વધી ગયા. તે પોતાના આજીવક સંપ્રદાયનો પ્રવર્તક-આચાર્ય બની ગયો.
ભગવાન જ્યારે વૈશાલી પધાર્યા ત્યારે ત્યાં બાળકો તેમને પિશાચ સમજીને પજવવા લાગ્યાં. તે સમયે મહારાજ સિદ્ધાર્થના મિત્ર નરેશ શંખ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમણે તે બાળકોને ભગાડ્યાં અને મહાવીરને વંદન કરીને ચાલ્યા ગયા.
વૈશાલીથી વાણિજ્યગ્રામ તરફ તેઓ ગયા. માર્ગમાં ગંડકી નદી પાર કરવા માટે નૌકામાં બેઠા. નદી પાર ઊતર્યા પછી નાવિકે નૌકાનું ભાડું માગ્યું. મહાવીર મૌન રહ્યા. તેથી ગુસ્સે થઈને નાવિકે મહાવીરને ગરમ રેતી ઉપર ઊભા રાખ્યા. સંયોગવશાતુ શંખ નરેશનો ભાણેજ ચિત્ર ત્યાં આવી પહોંચ્યો. તેણે નાવિકને સમજાવ્યો અને મહાવીર મુક્ત થયા. વાણિજ્ય પ્રામમાં અવધિજ્ઞાની આનંદ શ્રાવકે (ભગવાનના મુખ્ય દશ શ્રાવકોમાંનો મુખ્ય આનંદ નહીં, પરંતુ આ પાર્શ્વ પરંપરાનો આનંદ હતો.) ભગવાનને વંદન કરીને કહ્યું, “ભગવાન ! હવે આપને થોડાક જ સમયમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.” વાણિજ્યગ્રામથી શ્રાવસ્તી નગરીમાં પધારીને ત્યાં ચાતુર્માસ કર્યો. સાધનાનું અગિયારમું વર્ષ
શ્રાવસ્તીથી વિહાર કરીને ભગવાન સાનુલક્રિય સંનિવેશમાં પધાર્યા. ત્યાં સોળની તપસ્યા કરી તથા તેમાં ભદ્રપ્રતિમા, મહાભદ્ર તથા સર્વતોભદ્ર પ્રતિમા સ્વીકારી. તેમાં ભિન્ન ભિન્નરૂપે ધ્યાનસાધના કરી. આ તપસ્યાનું પારણું આનંદ ગાથાપતિની દાસી દ્વારા ફેંકવામાં આવેલા ભોજન વડે કર્યું. સંગમના ઉપસર્ગ
દઢભૂમિમાં ભગવાને પોલાશ ચૈત્યમાં અઠ્ઠમની તપસ્યા કરીને અચિત્ત પુદ્ગલ ઉપર અનિમેષ દૃષ્ટિથી ધ્યાન કર્યું. ઈદ્રએ પોતાના અવધિજ્ઞાન વડે ભગવાનને નિહાળ્યા તથા તેમનાં ધ્યાન, તપસ્યા અને સાધનાના મહિમાનાં વખાણ કરતાં કહ્યું, “ભગવાન મહાવીરનું ધૈર્ય તથા સાહસ એટલું ગજબનું છે કે માનવી તો શું, અમે દેવો પણ તેમને વિચલિત કરી શકતા નથી!”
સઘળા દેવોએ ઈદ્રની વાતને અનુમોદન આપ્યું, પરંતુ સંગમદેવને આ વાત જનચી નહીં. તેણે કહ્યું, “દેવેન્દ્ર ! આવી ખોટી ખોટી પ્રશંસા શા માટે કરો છો ? મને છ મહિનાની મુદ્દત આપો. હું તેમને વિચલિત કરી બતાવીશ.” ઈદ્રએ કમને તે પ્રમાણે વચન આપ્યું. સંગમ મૃત્યુલોકમાં આવ્યો અને ભગવાન સમક્ષ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોની જાળ પાથરવા લાગ્યો. સંગમે એક જ રાતમાં ઓગણીસ મારણાંતિક કષ્ટ આપ્યાં. એક કષ્ટ જ વ્યક્તિના મૃત્યુ માટે પર્યાપ્ત હતું, એવાં ઓગણીસ કષ્ટો ભગવાનનું વજ જેવું કઠોર શરીર સહન કરતું રહ્યું. તે ઓગણીસ મારણાંતિક કષ્ટ નીચે પ્રમાણે હતાં:
ભગવાન શ્રી મહાવીર ૨૦૯