________________
૧. પ્રલયકારક વંટોળ ૨. વજમુખી કીડીઓ દ્વારા કરડવું. ૩. તીક્ષ્ણ મચ્છરો વડે લોહી ચૂસવું.
ઉધઈ દ્વારા ચામડીને ચટકવું. ૫. વીંછીઓ દ્વારા ડંખ મારવા.
નોળિયા દ્વારા માંસ ઉઝરડાવું. ૭. ભીમકાય સર્પો દ્વારા ડંખ પ્રહાર. ૮. ઉંદરો દ્વારા કરડવું તથા તેના ઉપર પેશાબ કરીને ભારે બળતરા
પેદા કરવી. ૯. હાથી-હાથિણી દ્વારા ચૂંઢ વડે ઉછાળવા તથા દાંત વડે પ્રહાર
કરવો. ૧૦. પિશાચરૂપ ધારણ કરીને ભયાનક બૂમરાણ કરવી. ૧૧. વાઘ બનીને શરીરનું વિદારણ કરવું. ૧૨. સિદ્ધાર્થ તથા ત્રિશલાનું રૂપ ધારણ કરીને ર્દયવિદારક વિલાપ
કરવો. ૧૩. ભગવાનના બે પગની વચ્ચે અગ્નિ પેટાવીને ભોજન રાંધવું. ૧૪. ચંડાળનું રૂપ ધારણ કરીને ભગવાનના શરીર ઉપર પક્ષીઓનું
પીંજરું લટકાવું તથા તેમના દ્વારા ચાંચ, નખ વગેરેના પ્રહાર
કરવા. ૧૫. તેમના શરીરને ભયંકર આંધીમાં ઉડાડવું. ૧૬. ચક્રવાતી પવનમાં ભગવાનના શરીરને ચક્રની જેમ ઘુમાવવું. ૧૭. કાલચક્રનો પ્રયોગ કરવો, જેથી ભગવાન ઢીંચણ સુધી જમીનમાં
ઊતરી ગયા. ૧૮. વિમાન ઉપર બેઠેલા દેવ બોલ્યા, “કહો આપને સ્વર્ગ જોઈએ કે
અપવર્ગ?” ૧૯. લાવણ્યમય અપ્સરા દ્વારા રાગપૂર્ણ હાવભાવની રજૂઆત.
આવશ્યક ચુર્ણિમાં વીસ પરીષહોનું વર્ણન મળે છે. નવમા ઉપસર્ગમાં હાથી-હાથિણીનો જે સંયુક્ત પરીષહ છે તે પરીષહ તેમાં અલગ અલગ દર્શાવેલો છે.
ભગવાન જ્યાં જતા ત્યાં સંગમ લોકોનાં ઘરોમાં ચોરી કરતો, ઘરોમાંથી
તીર્થકરચરિત્ર ૨૧૦