________________
વસ્તુઓ ઉઠાવી લેતો. લોકો જ્યારે તેને મારવા માંડતા ત્યારે તે કહેતો, “મને શા માટે મારો છો ? મેં તો માત્ર મારા ગુરુની આજ્ઞાનું પાલન જ કર્યું છે.” તેથી લોકો મહાવીરને પકડતા, તેમને દોરડા વડે બાંધતા અને મારતા. કોઈ પરિચિત વ્યક્તિ મળી જાય તો તે લોકોને સમજાવીને ભગવાનને મુક્ત કરાવતી.
તોસલિ ગામમાં ચોરી કરીને સંગમ ભગવાન પાસે આવીને છુપાઈ ગયો અને ત્યાં શસ્ત્રો મૂકી દીધાં. અધિકારીઓએ તેમને કુખ્યાત ચોર સમજીને ફાંસીની સજા જાહેર કરી. પ્રભુને ફાંસીના તખ્તા ઉપર ચડાવ્યા. ગળામાં ફાંસીનો ફંદો ભરાવ્યો અને નીચેથી તખ્તી ખસેડી લીધી. તખી હટાવતાં જ ફંદો તૂટી ગયો. તેમને વારંવાર ફાંસી ઉપર ચડાવ્યા અને દરેક વખતે ફંદો તૂટતો ગયો. અધિકારી વિસ્મિત તથા પ્રભાવિત થયો અને તેમને મહાપુરુષ સમજીને મુક્ત કરી દીધા.
આ રીતે સંગમે છ મહિના સુધી અગણિત દારુણ કષ્ટ આપ્યાં. ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા સમાપ્ત થવામાં હતી. સંગમ દ્વારા આટલા બધા ઉપસર્ગ આપવાને કારણે ઈદ્ર અત્યંત ખિન્ન હતા. એ જ કારણે સ્વર્ગમાં છ મહિનાથી નાટક વગેરે બંધ હતું. સૂર્યોદય થવા આવ્યો ત્યારે અંતિમ પ્રયાસ તરીકે વાત વાતમાં તેમને ફસાવવાની ચેષ્ટા કરતાં સંગમે કહ્યું, “મહાવીર ! મેં તમને આટલાં બધાં કષ્ટ આપ્યાં, તકલીફો આપી, હવે તમે જ કહો કે હું તમને કેવો લાગું છું?'
મહાવીરે કહ્યું, “સંગમ ! એક વ્યાપારીનો માલ ફસાઈ ગયો હતો. તેને પોતાનો દેશ યાદ આવ્યો. તે જલદી જલદી એ માલ વેચીને પોતાના દેશમાં પાછો આવવા ઇચ્છતો હતો. ત્યારે એક દલાલે આવીને તે શેઠને કહ્યું, “શેઠજી ! હું આપનો માલ સવાયાં દામ આપીને વેચી શકું છું.” સંગમ હવે તું જ કહે તે દલાલ શેઠને કેવો લાગ્યો હશે ?'
સંગમ, “એ તો અત્યંત પ્રિય લાગ્યો હશે. શેઠજીને ઉતાવળ હતી તેથી માલ જલદી વેચવાનો હતો અને તે પણ સવાયાં દામથી વેચાય છે . નવાઈની વાત ! આવું બને તો દલાલ સારો જ લાગે ને !'
મહાવીર, “સંગમ ! બસ, એ દલાલની જેમ જ તું પણ અત્યંત પ્રિય લાગે છે. એક તો મારે જલદી મોક્ષ પ્રાપ્ત કરવો છે. તે માટે મારે મારાં કર્મોનો ક્ષય કરવો જરૂરી છે. હું તે માટે પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ તારે કારણે મારાં કર્મ જલદી ક્ષય પામે તેવી તક મળી તેથી તું તો મારા માટે પેલા દલાલ જેવો જ ગણાય !”
આ સાંભળીને સંગમ લાલપીળો થઈ ગયો. જેવી રીતે ધોબી પથ્થર
ભગવાન શ્રી મહાવીર [ ૨૧૧