________________
ઉપર કપડાં પટકે છે, તેવી રીતે મહાવીરના બંને પગ પકડીને પટકવા માટે તે ઉદ્યત થયો, ત્યાં જ ઈદ્રએ તેને પડકારતાં કહ્યું, “અરે, મૂરખ ! તું આ શું કરી રહ્યો છે? જો સૂર્યોદય થઈ રહ્યો છે. તારી સમયમર્યાદા સમાપ્ત થઈ ચૂકી છે. જે મહાપુરુષ છ મહિનામાં ડગ્યો નહિ, તે હવે શું એક ક્ષણમાં વિચલિત થશે?' ઈદ્રએ આ કારણે સંગમને દેવલોકમાંથી કાઢી મૂક્યો. કહેવાય છે કે તે હજી પણ પોતાના પરિવાર સહિત મેરૂ પર્વતની ગુલિકા ઉપર પોતાનો સમય વિતાવી રહ્યો.
છ મહિનાના ઉપસર્ગ સહિત સૌથી લાંબી તપસ્યાનું ભગવાને વજગામમાં પારણું કર્યું, દેવોએ પંચદ્રવ્ય પ્રગટ કર્યા. ત્યાંથી આલંભિયા, શ્વેતાંબિકા, સાવથી, કૌશાંબી, વારાણસી, રાજગૃહ અને મિથિલા વગેરે સ્થળોએ પરિભ્રમણ કરતા કરતા તેઓ વૈશાલીમાં પધાર્યા. ત્યાં ચાતુર્માસિક તપ સહિત ચાતુર્માસ કર્યો. જીર્ણ શેઠની ઉત્કટ ભાવના
- વૈશાલીમાં જિનદત્ત નામનો એક શ્રેષ્ઠી રહેતો હતો. તેની આર્થિક સ્થિતિ કમજોર હોવાથી તે જીર્ણશેઠ તરીકે જાણીતો હતો. તે ભગવાનનાં દર્શન કરવા નિયમિત જતો અને પોતાના ઘેર પારણાં કરવા પધારવા ભાવભરી પ્રાર્થના કરતો. આ રીતે ચાતુર્માસ દરમિયાન તે ભાવના ભાવતો રહ્યો.
ચાતુર્માસની પરિસમાપ્તિ કરીને ભગવાન આહાર માટે નીકળ્યા અને ભિક્ષાટન કરતા કરતા પૂરણ શેઠના ઘરે પહોંચ્યા. ભગવાનને જોઈને પૂરણ શેઠે દાસીને આદેશ આપ્યો અને તેણે કુલત્ય વહોરાવ્યાં. દેવોએ પંચદ્રવ્ય પ્રગટ ક્યજ્યારે દેવોએ દિવ્યવૃષ્ટિ સહિત “અહોદાન'ની દેવદુંદુભિ કરી ત્યારે જીર્ણશેઠની ભાવનાની શૃંખલા તૂટી. તે ઘેર બેઠાં બેઠાં ભગવાનના પધારવાની રાહ જોતો રહ્યો. આવી ઉત્કટ ભાવનામાં જીર્ણશેઠે બારમા દેવલોકનું આયુષ્ય બાંધ્યું. ભગવાનને જ્યારે ઉત્કૃષ્ટ દાની વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જીર્ણશેઠને સૌથી મોટા દાની ગણાવ્યા. સાધનાનું બારમું વર્ષ ચમરેન્દ્રનું શરણ
વૈશાલીનો પાવસ પ્રવાસ પૂરો કરીને ભગવાન સુંસુમાર પધાર્યા. ત્યાં અશોક વૃક્ષની નીચે ધ્યાનારૂઢ થયા. ત્યારે ભગવાનને છ8-છ8ની તપસ્યા હતી. તે વખતે અસુરોની રાજધાની ચમચંચામાં “પૂરણ” બાલ તપસ્વીનો જીવ ઈદ્રરૂપે ઉત્પન્ન થયો. તેણે અવધિજ્ઞાન દ્વારા પોતાની ઉપર કેન્દ્રને દિવ્ય ભોગ ભોગવતો જોયો. તેથી તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે સામાનિક ઈદ્રોને કહ્યું, “શક્રેન્દ્ર હંમેશાં આ જ સ્થાનનો ઉપયોગ કરતા આવ્યા છે. આમ છતાં અમરેન્દ્રને સંતોષ થયો નહિ.
તીર્થકરચરિત્ર | ૨૧૨