________________
શક્રેન્દ્રની ઋદ્ધિ-સિદ્ધિ વિનષ્ટ કરવાના હેતુથી ભગવાન પાસે આવ્યો અને કહ્યું, ‘હું આપનું શરણ સ્વીકારીને શક્રની શોભા સમાપ્ત કરવા માગું છું. તેણે વૈક્રિય રૂપ ધારણ કર્યું, શક્રેન્દ્રની રાજસભામાં ગયો અને તેને પડકારતાં દેવલોકની શોભા ખતમ કરવાની વાત કહેવા લાગ્યો. તેથી શક્રેન્દ્ર અત્યંત ગુસ્સે થયા અને તેને મારવા માટે વજ્ર ફેંક્યું. વીજળીના તણખાની જેમ ઉછળતું ઉછળતું તે વજ્ર જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ અસુર રાજ ભયભીત બનીને મોં નીચું રાખીને ભાગ્યો અને ભગવાનનાં ચરણોમાં આવીને ઢળી પડ્યો.
શક્રેન્દ્રને એટલામાં વિચાર આવ્યો કે ચમરેન્દ્રની એટલી તાકાત નથી કે હવે તે સ્વયં ઉપર આવી જ શકે. વિચાર કરતાં કરતાં અવધિજ્ઞાન વડે તેમને ખબર પડી કે એ તો ભગવાન મહાવી૨નું શ૨ણ લઈ બેઠો છે. ક્યાંક એ કા૨ણે ભગવાનને કષ્ટ ન ઉપજે. એવા ચિંતન સાથે ઈંદ્ર ઝડપથી દોડ્યો અને ભગવાનથી ચાર આંગળ દૂર રહેલા વજને પકડી લીધું. ભગવાનના શરણાગત બનવાથી શક્રેન્દ્રએ ચમરેન્દ્રને ક્ષમા કર્યો અને ભગવાનને વંદના કરીને પોતાના સ્થાને પાછો વળ્યો.
ચંદનાનો ઉદ્ધાર
સુંસુમારથી ફરતા ફરતા ભગવાન કૌશાંબી પધાર્યા. કારતક વદ એકમના દિવસે ભગવાને તેર બોલનો ભારે અભિગ્રહ સ્વીકાર્યો. તે તેર બોલ આ પ્રમાણે છે :
૧. રાજકન્યા
૨. બજારમાં વેચેલી
૩. માથું મુંડાવેલી
૪. માથામાં ગોદા માર્યાના ઘા
૫. હાથમાં હાથકડી
૬. પગમાં બેડી
ત્રણ દિવસની ભૂખી
૭.
૮. ભોંયરામાં રહેલી
૯. અડધો દિવસ વીત્યા પછી
૧૦. એક પગ ઉંબરામાં અને એક પગ ઉંબરાની બહાર
૧૧. સુપડામાં
૧૨. અડદના બાકુળા
૧૩. આંખોમાં આંસુ હોય
ભગવાન શ્રી મહાવીર દ્ઘ ૨૧૩