________________
આવા તેર બોલરૂપ અભિગ્રહ ધારણ કરીને ભગવાન દરરોજ નગરીમાં ભિક્ષા માટે ફરતા, પરંતુ ક્યાંય અભિગ્રહ પૂર્ણ થયો નહિ. સમગ્ર નગરીમાં એવી વાત ચાલી કે આપણાથી એવી કેવી ભૂલ થઈ ગઈ છે કે ભગવાન કશું જ વહોર્યા વગર પાછા વળે છે ! આમ ને આમ ચાર વર્ષ વીતી ગયાં. એક વખત મહામાત્ય સુગુપ્તના ઘરે પધાર્યા. મહામાત્યની પત્ની નંદા, જે સ્વયં શ્રમણોપાસિકા હતી, તે શુભભાવના સહિત આહાર આપવા માટે ઉપસ્થિત થઈ. અભિગ્રહ પૂર્ણ ન થવાથી ભગવાન ચાલ્યા ગયા. તેથી નંદાને ખૂબ દુઃખ થયું. દાસીઓએ તેને કહ્યું, “આ તો દરરોજ આવી રીતે જ પાછા વળી જાય છે.” નંદાએ પોતાના પતિ મહામાત્ય સમક્ષ ચિંતા વ્યક્ત કરી. મહારાણી મૃગાવતીને જ્યારે તેની ખબર પડી ત્યારે મહારાજ સતાનિક દ્વારા માહિતી મેળવવા કહ્યું, પરંતુ કાંઈ ખબર પડી નહીં.
ભગવાનના અભિગ્રહને પાંચ મહિના પૂરા થઈ ગયા હતા. છો મહિનો પૂરો થવામાં માત્ર પાંચ દિવસ બાકી હતા. હમેશની જેમ ભગવાન ભિક્ષાટન કરતા કરતા ઘનાવહ શેઠને ઘેર પહોંચ્યા. ચંદનાએ તરણતારણ જહાજ જેવા ભગવાન મહાવીરને જોયા અને તેનો ચહેરો ખીલી ઊઠ્યો. તે પોતાનું સઘળું દુઃખ ભૂલી ગઈ. તણે ભિક્ષા સ્વીકારવા માટે વિનંતી કરી, પરંતુ એક બોલ અધૂરો હોવાથી ભગવાન આગળ વધ્યા. તેથી ચંદનાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. મહાવીરે પાછા વળીને જોયું. હવે સઘળા બોલ સાર્થક થયેલા જોયા. પોતાનો અભિગ્રહ પૂર્ણ થઈ ગયેલો હતો. ચંદના દ્વારા ભિક્ષા ગ્રહણ કરી. દેવોએ પંચ દ્રવ્ય પ્રગટ કર્યા. દેવદુંદુભી વાગી. હાથકડીઓ અને બેડીઓ આભૂષણ બની ગઈ તથા ચંદના પોતાના મૂળ રૂપમાં આવી ગઈ. આ ચંદના જ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમની પ્રથમ શિષ્યા તથા સાધ્વીસમાજની પ્રવર્તિની બની.
કૌશાંબીથી સુમંગલ સુચ્છેત્તા, પાલક વગેરે સ્થળોમાં ફરતા ફરતા ચંપા નગરીની સ્વાતિદત્તની યજ્ઞશાળામાં ચાતુર્માસિક તપ સહિત પ્રભુએ ચાતુર્માસ કર્યો. ત્યાં ભગવાનની સાધનાથી પ્રભાવિત થઈને પૂર્ણ ભદ્ર અને મણિ ભદ્ર નામના બે યક્ષ રાત્રે ભગવાનની સેવા તથા ભક્તિ કરવા લાગ્યા. સ્વાતિદત્તને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેણે વિચાર્યું કે આ કોઈ વિશિષ્ટ જ્ઞાની છે. તેણે અનેક પ્રશ્નો પૂછ્યા, આત્મા શું છે? પ્રત્યાખ્યાન એટલે શું? વગેરે પ્રશ્નોનાં ભગવાને સમાધાન આપ્યાં. સાધનાનું તેરમું વર્ષઃ અંતિમ ભીષણ ઉપસર્ગ
ચંપાનો ચાતુર્માસ સમાપ્ત કરીને ભગવાન છમ્માણી પધાર્યા અને ગામની બહાર બાનાવસ્થિત થયા. સંધ્યા સમયે એક ગોવાળિયો પોતાના
તીર્થકરચરિત્ર [ ૨૧૪