________________
૬. બહુશ્રુતની ઉપાસના-સેવા કરવી ૭. તપસ્વી મુનિની ઉપાસના-સેવા કરવી ૮. જ્ઞાનમાં નિરંતર ઉપયોગ રાખવો ૯. દોષરહિત સમ્યકત્વની અનુપાલના કરવી ૧૦. ગુણીજનોનો વિનય કરવો ૧૧. વિધિપૂર્વક આવશ્યક (પ્રતિક્રમણ વગેરે) કરવાં ૧૨. શીલ અને વ્રતનું નિરતિચાર પાલન કરવું ૧૩. વૈરાગ્યભાવમાં વૃદ્ધિ કરવી. ૧૪. તપ અને ત્યાગમાં સંલગ્ન રહેવું ૧૫. અગ્લાન ભાવથી વૈયાવૃત્ય કરવી ૧૬. સમાધિ ઉત્પન્ન કરવી ૧૭. અપૂર્વ જ્ઞાનનો અભ્યાસ કરવો ૧૮. વીતરાગ-વચનો ઉપર ઊંડી આસ્થા રાખવી ૧૯. સુપાત્ર દાન દેવું ૨૦. જિનશાસનની પ્રભાવના કરવી
તે જરૂરી નથી કે ઉપરોક્ત તમામ કારણોના સેવનથી તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. કોઈ એક, બે કારણ સાથે ઉત્કૃષ્ટ સાધના અને ભાવની ઉચ્ચતા દ્વારા પણ તીર્થંકર નામકર્મની પ્રકૃતિનું ઉપાર્જન કરી શકે છે. ધર્મશાસનની સ્થાપના
તીર્થંકર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપે ધર્મની પ્રરૂપણા કરે છે. તેઓ તેનાં મહાવ્રત સ્વરૂપની વ્યાખ્યા કરે છે. જે તેના મહાવ્રત સ્વરૂપ (સંપૂર્ણતઃ)ને અંગીકાર કરે છે તે સાધુ-સાધ્વીની કક્ષામાં આવે છે. જે તેના અણુવ્રત સ્વરૂપ (અંશતઃ)ને સ્વીકારે છે, તે શ્રાવક-શ્રાવિકાની ભૂમિકામાં આવે છે. તીર્થંકર એવી ધર્મશાસનાની સ્થાપના કરી દે છે જેનું અવલંબન લઈને લાખો ભવ્યાત્માઓ પોતાના આત્મકલ્યાણનો માર્ગ મોકળો કરી લે છે. દ્વાદશ ગુણ
તીર્થકરોના ક્ષાયિક ભાવની સાથેસાથે પૂણ્ય પ્રકૃતિઓનો પણ ભારે ઉદય થાય છે. તેમના બાર વિશેષ ગુણોમાં પ્રથમ ચાર ક્ષાયિક ભાવ છે અને બાકીના આઠ ઉદયજન્ય છે. બાર ગુણોનાં નામ આ પ્રમાણે છે:
પ્રવેશ ૧૧