________________
૧. અનન્ત જ્ઞાન
૨. અનન્ત દર્શન ૩. અનન્ત ચારિત્ર
૪. અનન્ત બળ ૫. અશોક વૃક્ષ
૬. પુષ્પવૃષ્ટિ ૭. દિવ્યધ્વનિ
૮. દેવદુંદુભિ ૯. સ્ફટિક સિંહાસન
૧૦. ભામંડલ ૧૧. છત્ર
૧૨. ચામર આ પ્રમાણે તીર્થકરોને ચોત્રીસ અતિશય (વિશેષતાઓ), પાંત્રીસ વચનાતિશય (વાણીની વિશેષતાઓ) સહજ પ્રાપ્ત હોય છે. બીજા સર્વજ્ઞોમાં આ બધું હોવું આવશ્યક નથી. આ વિશેષતાઓ તેમનામાં મળતી પણ નથી. કોઈકમાં બે, કોઈકમાં ચાર વિશેષતાઓ મળી જાય તો લોકોમાં તેનો પણ આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. તીર્થંકર તો પૂર્ણઅતિશયોના ધારક હોય છે. ચોત્રીસ અતિશય
૧. દેહ - અદ્ભત રૂપ અને ગંધવાળો, નીરોગી, પરસેવો તથા મળરહિત.
૨. શ્વાસ – કમળ જેવી સુગંધ. ૩. રુધિર માંસ- ગાયના દૂધ જેવાં સફેદ. ૪. આહાર-નીહાર વિધિ- આ અદ્રશ્ય હોય છે.
આ ચાર તીર્થંકરને જન્મ સાથે પ્રાપ્ત થાય છે. ૫. એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં પણ ઘણી મોટી સંખ્યામાં મનુષ્ય, દેવ અને તિર્યંચ રહી શકે છે.
૬. વાણી- અર્ધમાગધી ભાષામાં આપેલું પ્રવચન તમામ મનુષ્યો પશુ-પક્ષી પણ સમજી જાય છે.
૭. ભામંડળ - મસ્તકની પાછળ અત્યંત દૈદિપ્યમાન સુંદર પ્રભામંડળ હોય છે.
૮. રુજા- તીર્થંકર જ્યાં પ્રવાસિત થાય છે ત્યાંથી એકસો પચીસ યોજના સુધી રોગ આવતો નથી.
૯. વૈર- એક સો પચીસ યોજન સુધી પરસ્પર વૈર ભાવ થતો નથી.
૧૦. ઈતિ-ધાન્ય વગેરેને નુકસાન પહોંચાડનાર ઉંદર, કીડા વગેરેની ઉત્પત્તિ એક સો પચીસ યોજન સુધી થતી નથી.
૧૧. મારી- એક સો પચીસ યોજન સુધી મહામારી થતી નથી અથવા
તીર્થકરચરિત્ર [ ૧૨