________________
અકાળ મોત આવતું નથી.
૧૨. અતિવૃષ્ટિ- એક સો પચીસ યોજન સુધી અતિવૃષ્ટિ થતી નથી. ૧૩. અનાવૃષ્ટિ-એક સો પચીસ યોજન સુધી અનાવૃષ્ટિ થતી નથી ૧૪. દુર્મિક્ષ- એક સો પચીસ યોજન સુધી દુષ્કાળ પડતો નથી.
૧૫. ભય-એક સો પચીસ યોજન સુધી કોઈપણ પ્રકારનો ભય ઉત્પન્ન થતો નથી.
આ અગિયાર અતિશય કર્મક્ષય વડે પ્રાપ્ત થાય છે. ૧૬. આકાશમાં ધર્મચક્ર ચાલે છે. ૧૭. આકાશમાં ચમર વીજન થાય છે. ૧૮. પાદપીઠિકા સહિત ઉજ્જવળ સ્ફટિકમય સિંહાસન હોય છે. ૧૯. આકાશમાં ત્રણ છત્ર હોય છે. ૨૦. આકાશમાં રત્નમય ઘા ફરફરે છે. ૨૧. સ્વર્ણ કમળ ઉપર પગ મૂકીને ચાલે છે.
૨૨. સ્વર્ણ, રજત અને રત્નમય સમવસરણની રચના થાય છે. કિલ્લો (ગઢ) બને છે.
૨૩. સમવસરણમાં ચારેય દિશાઓમાં ચાર મુખ દેખાય છે.
૨૪. જ્યાં રોકાય છે ત્યાં અથવા જ્યાં બેસે છે ત્યાં અશોક વૃક્ષ પ્રગટ વાય છે.
૨૫. કાંટા ઊંધા થઈ જાય છે. ૨૬. વૃક્ષો નમી/ઝૂકી જાય છે. ૨૭. દુંદુભિનાદ થાય છે. ૨૮. અનુકૂળ હવા વહે છે. ૨૯. પક્ષીઓ પ્રદક્ષિણા કરે છે. ૩૦. સુગંધિત પાણીની વર્ષા થાય છે. ૩૧. ઉત્તમ જાતિ અને રંગોનાં ફૂલોની વૃષ્ટિ થાય છે. ૩૨. કેશ, દાઢી, મૂછ અને નખ વધતાં નથી.
૩૩. ચારે પ્રકારના દેવોમાં (વ્યંતર, ભવનપતિ, જ્યોતિષી અને માનિકો ઓછામાં ઓછા એક કરોડ દેવતા સેવા કરે છે.
૩૪. ઋતુઓની અનુકૂળતા રહે છે તથા મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ
પ્રવેશ D ૧૩