________________
અને સ્પર્શરૂપ ઈંદ્રિય વિષયો અનકૂળ રહે છે.
આ ઓગણીસ અતિશય દેવકૃત હોય છે.
આમ જન્મની સાથે ચાર, કર્મક્ષયથી અગિયાર અને દેવકૃત ઓગણીસ (૪ + ૧૧ + ૧૯ = ૩૪) કુલ ચોત્રીસ અતિશય હોય છે.
પાંત્રીસ વચનાતિશય
૧. સંસ્કારવત્ત્વ
૨. ઔદાત્ત્વ
૩. ઉપચારપરીતતા
૪. મેઘગંભીર ઘોષ
૫. પ્રતિનાદ
૬. દક્ષિણત્વ
૭. ઉ૫નીત રાગત્વ ૮. મહાર્થતા
૯. અવ્યાહતત્વ
૧૦. શિષ્ટત્વ
૧૧. અસંદિગ્ધત્વ
૧૨, નિરાકૃતાન્યોત્તરત્વ
૧૩. હૃદયંગમતા
૧૪, મિથઃ સાકાંક્ષતા
૧૫. દેશકાલાવ્યતીતત્વ
૧૬. તત્ત્વનિષ્ઠતા
૧૭. અપ્રકીર્ણપ્રસૃતત્ત્વ
૧૮. અસ્વશ્લાઘાન્યનિન્દિતા ૧૯. આભિજાત્ય
૨૦. અતિ સ્નિગ્ધ મધુરત્વ
- સુસંસ્કૃત વાણી અર્થાત્ ભાષા અને વ્યાકરણની દૃષ્ટિએ નિર્દોષ હોવું.
– ઉદાત્ત સ્વર અર્થાત્ સ્વર ઊંચો હોવો. - ગ્રામ્ય-દોષથી રહિત હોવું.
- અવાજમાં મેઘ જેવી ગંભીરતા હોવી.
– વાણી પ્રતિધ્વનિ સહિત હોવી.
– ભાષાનું સરળ હોવું.
- માલકોશ રાગયુક્ત હોવું.
- વિશાળ અર્થવાળી, થોડામાં વધુ કહેવું.
- વાણીમાં પૂર્વાપર વિરોધ ન હોવો.
– શિષ્ટ ભાષા હોવી.
– સંદેહ રહિત ભાષા.
- વચન દૂષણ રહિત હોવું.
- આકર્ષક અને મનોહર વાણી
– દેશ, કાળને અનુસારિણી વાણી.
– દેશ, કાળને અનુરૂપ અર્થ કહેવો. – વિવક્ષિત વસ્તુનું જે સ્વરૂપ હોય તે પ્રમાણે તેનું વ્યાખ્યાન કરવું. અતિ વિસ્તારરહિત સંબદ્ધ ભાષાનો પ્રયોગ.
-
– સ્વ પ્રશંસા અને પરનિંદા રહિત વચન.
વક્તા અને પ્રતિપાદ્ય ભાવ ઉચિત હોવો.
અતિ સ્નેહ અને માધુર્યથી પરિપૂર્ણ
તીર્થંકરચરિત્ર - I ૧૪