________________
ઓછામાં ઓછા ૨ કરોડ, વધુમાં વધુ નવ કરોડ માનવામાં આવે છે. તેમાં માત્ર દશ ભૂભાગ (પાંચ ભરત, પાંચ ઐરાવત) એવા છે જ્યાં અવસર્પિણી અને ઉત્સર્પિણી રૂપ કાળચક્ર ચાલે છે. એક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં ચોવીસચોવીસ તીર્થંકરો હોય છે. મહાવિદેહ ક્ષેત્રોમાં કાળનું આ રૂપ હોતું નથી. ત્યાં એક સદશ (અવસર્પિણીના ચોથા આરા સમાન) કાળ રહે છે, ત્યાં તીર્થંકરની નિરંતર વિદ્યમાનતા છે. ત્યાં ધર્મનું સ્થાયી રૂપ રહે છે. પરંતુ ભરત અને ઐરાવતમાં એમ હોતું નથી. તેનું કારણ છે- એક તીર્થંકર થયા પછી બીજા તીર્થંકર ઉત્પન્ન થવાની વચ્ચેનો સમય સ્વભાવતઃ નિર્ધારિત છે. તે અન્તરાલને જોડવાથી તીર્થંકરના ઉત્પન્ન થવાનો સમય જ સમાપ્ત થઈ જાય છે. પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં એક કરોડ કરોડ સાગરોપમનો સમય માનવામાં આવ્યો છે. તેથી ચોવીસ તીર્થંકરોના જ હોવાનો અવકાશ છે, વધારે નહિ. બાકી એકસો સાઠ ક્ષેત્ર મહાવિદેહમાં આવી જાય છે, ત્યાં અવસર્પિણી ઉત્સર્પિણી કાળ નથી. એક તીર્થંકર પછી બીજા તીર્થંકરનો અભ્યદય થઈ જાય છે.
અવસર્પિણી કાળમાં ભરત ક્ષેત્રમાં ઘર્મની સર્વપ્રથમ દેશના આપનાર ભગવાન ઋષભ છે, તેથી તેઓ આ અવસર્પિણી કાળના પ્રથમ ઘર્મપ્રવર્તક છે. તીર્થકર સર્વજ્ઞ જ હોય છે. સર્વજ્ઞ ક્યારેય બીજનું અનુકરણ કરતા નથી. તેઓ જે સત્યનું ઉદ્ઘાટન કરે છે તેનું જ નામ તીર્થપ્રવર્તન છે. પરંપરાનું વહન તો છદ્મસ્થ કરે છે. તેમને માટે એ જરૂરી પણ છે અને ઉપયોગી પણ છે. તમામ તીર્થકરો પોતાની રીતે તીર્થનું પ્રવર્તન કરે છે, તેથી તે સૌ પ્રવર્તક છે, સંવાહક નથી. સંવાહક આચાર્ય હોય છે. તીર્થકર ગોત્ર બંધનાં કારણો
તીર્થંકર તેઓ જ બને છે જેમણે પૂર્વભવમાં તીર્થંકર નામકર્મની પ્રકૃતિનું ઉપાર્જન કર્યું હોય. આ કર્મ પ્રકૃતિ બંઘકારક છે. તેમ છતાં આ વિશિષ્ટ સાધના, તપસ્યા વગેરે વડે કર્મક્ષયની સાથે સ્વયમેવ બંધાતી કર્મપ્રકૃતિ છે. આ પુણ્યની ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે. જૈન આગમ જ્ઞાતાધર્મકથામાં તીર્થંકર ગોત્ર કર્મ બંધનાં વીસ કારણો બતાવેલાં છે. તે આ પ્રમાણે છે
૧. અહંદુ પ્રત્યે ભક્તિ ૨. સિદ્ધ પ્રત્યે ભક્તિ ૩. પ્રવચન પ્રત્યે ભક્તિ ૪. ગુરુની ઉપાસના-સેવા કરવી ૫. સ્થવિરની ઉપાસના-સેવા કરવી
તીર્થકરચરિત્ર [ ૧૦