________________
ઉછળતી યુવાવસ્થામાં તીવ્ર વિરક્તિથી ગુરુચરણોમાં કુંવર દીક્ષિત થઈ ગયા. પુરુષસિંહ મુનિ અણગાર બન્યા પછી ઉત્કૃષ્ટ તપ અને ધ્યાનમાં ઓતપ્રોત થયા. કર્મનિર્જરાનાં વીસ સ્થાનકોની તેમણે વિશેષ સાધના કરી, ઉત્કૃષ્ટ કર્મનિર્જરા દ્વારા તીર્થંકર પદની કર્મપ્રકૃતિનો બંધ કર્યો. આરાધના પૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને તેઓ સ્વર્ગમાં વૈજયંત નામના વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. જન્મ
વૈજયંત વિમાનની ભવસ્થિતિ પૂર્ણ કરીને ભગવાન સુમતિનાથના આત્માએ અયોધ્યાસમ્રાટ મેઘની મહારાણી મંગલાવતીની કૂખે જન્મ લીધો. મંગલાવતીએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યાં. સ્વપ્નશાસ્ત્રીઓએ સ્વપ્નો અનુસાર ઘોષણા કરી કે મહારાણીની કૂખે તીર્થંકર દેવ જન્મ લેશે. મહારાણી મંગલાવતી સ્વપ્નફળ સાંભળીને ધન્ય થઈ ગઈ. રાજા મેઘ પણ મહારાણીને વિશેષ સમ્માન આપવા લાગ્યા.
ગર્ભકાળ સમાપ્ત થતાં વૈશાખ સુદ આઠમની મધ્યરાત્રે પ્રભુનો જન્મ થયો. ચોસઠ ઈદ્રોએ મળીને તેમનો પવિત્ર જન્મોત્સવ ઉજવ્યો. મહારાજા મેઘ દ્વારા જન્મોત્સવમાં યાચકોને ઉદારતાપૂર્વક દાન આપવામાં આવ્યું. સમગ્ર રાજ્યમાં પુત્રજન્મનો રાજકીય ઉત્સવ ઉજવવામાં આવ્યો. નામકરણ
નામકરણના અવસરનું રાજાએ વિશાળ આયોજન કર્યું. શહેરના તમામ વર્ગના લોકો આયોજનમાં ઉપસ્થિત હતા. નામ વિષે ચર્ચા થતાં અનેક સૂચનો મળ્યાં.
રાજા મેઘ બોલ્યા, “આ બાળક જ્યારે ગર્ભમાં હતો ત્યારે મહારાણીની બૌદ્ધિક ક્ષમતા અસાધારણ રૂપે વૃદ્ધિ પામી હતી. મહારાણી સમસ્યાઓનું સમાધાન તરત તેમજ ચોક્કસરૂપે કરવા લાગી હતી. રાજકીય બાબતોના ઉકેલમાં તેનામાં વિશેષ નિપુણતા આવી હતી.” આ સંદર્ભમાં મહારાજ મેળે એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું, “કેટલાક મહિનાઓ પહેલાં મારી સામે એક એવો વિવાદ ઉપસ્થિત થયો જેનો નિર્ણય કરવાનું મારા માટે મુશ્કેલ હતું. એક શાહુકારને બે પત્નીઓ હતી. એકને એક પુત્ર હતો, બીજીને કોઈ સંતાન નહોતું. બંનેને પરસ્પર પ્રેમ હોવાના કારણે પુત્રનું લાલનપાલન બંને સમાન રૂપે કરતી હતી. અકસ્માત પતિના અવસાનથી સંપત્તિના અધિકાર માટે બંને ઝઘડવા લાગી. પુત્ર ઉપર પણ બંને પોતપોતાનો અધિકાર બતાવવા માંડી. નાદાન બાળક બંનેને માતા કહીને બોલાવતો હતો. તેના માટે એ નિર્ણય - કરવાનું મુશ્કેલ હતું કે તેની સાચી માતા કોણ ? નગરપંચો દ્વારા આ વિવાદ
ભગવાન શ્રી સુમતિનાથ 1 કપ