________________
મારી સમક્ષ લાવવામાં આવ્યો. ક્યાંક દૂરના પ્રદેશમાં એ બાળક ઉત્પન્ન થયો હોવાથી નગ૨માં તે વિશે કોઈને સાચી માહિતી નહોતી. સાચી માતાની ખબર પડે તે માટે મેં ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ હું નિષ્ફળ ગયો. આ સમસ્યાને કારણે તે દિવસ મારે ભોજનમાં મોડું થયું. તરત જ મહારાણીએ કહેવરાવ્યું કે મહિલાઓનો વિવાદ તો અમે પતાવીશું. આપ ભોજન કરી લો. હું મૂંઝાયેલો હતો, રાણીને અધિકાર આપીને હું તરત ઉપર જતો રહ્યો.
રાણીએ વિવાદની સામાન્ય પૂછપરછ કર્યા પછી તે માતાઓને કહ્યું, ‘મારા મગજમાં એક ઉકેલ સૂઝે છે. પુત્રની તમે બંને દાવેદાર છો. પુત્ર એક જ છે, તમે બે છો. તેથી શા માટે આ બાળકના બે ટુકડા કરીને બંનેને અર્ધો અર્ધો ભાગ આપવાનો ન્યાય ન કરવો ? શું તમને આવો ન્યાય સ્વીકાર્ય છે ?’
રાણીની કઠોર મુદ્રા જોઈને પ્રપંચ કરનારી મહિલાએ વિચાર્યું, ‘મારું શું જવાનું છે ? બાળક તો મારું નથી. એ મરી જશે તો પણ હું તો જેવી છું તેવી જ રહેવાની છું.’ આમ વિચારીને તેણે તરત હા પાડી.
આ વાત સાંભળતાં જ પુત્રની સાચી માતાનું હૃદય વ્યથિત થઈ ઊઠ્યું. તેણે વિચાર્યું, પુત્ર મૃત્યુ પામશે તો બહુ જ ખરાબ થશે. તેના કરતાં તો ભલે તે
તીર્થંકરચરિત્ર - T $$