________________
અપરમાતા પાસે રહે. હું દૂરથી તેને જોઈને સંતોષ માનીશ. આમ વિચારીને તેણે કંપિત સ્વરમાં કહ્યું, “નહિ નહિ, મહારાણીજી ! હું જ ખોટી છું. પુત્ર તેનો છે. તેને મારશો નહિ. તે તેને સોપી દો. મને કાંઈ વાંધો નથી.” સાંભળનારાઓ વિસ્મિત થઈ ગયાં. વિચારવા લાગ્યાં, આ સ્ત્રી ખોટી હતી છતાં વિવાદ વઘારતી હતી. પરંતુ રાણીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો કે, પુત્ર તેનો નથી આનો જ છે- જે એમ કહે છે કે હું ખોટી છું. ખરી માતા આ જ છે. માતૃદ્ધને હું જાણું છું. માતા પોતાના અંગજાતને ક્યારેય મૃતસ્વરૂપે જોવા માગતી નથી. પેલી મહિલા ખોટી છે. જેણે બાળકના મૃત્યુની વાત સાંભળીને પણ ખેદ ન અનુભવ્યો. અને અનુભવે પણ શાને ? કારણ કે પુત્ર તેનો છે જ નહિ.' તેણે કઠોરતાપૂર્વક કહ્યું, “સાચું બોલ નહીંતર કોરડાનો માર ખાવો પડશે.” પેલી મહિલાએ તરત જ સાચી વાત સ્વીકારી લીધી. પુત્ર સાચી માતાને સોંપી દેવામાં આવ્યો.
જ્યારે મને મહેલમાં આ ન્યાય વિશે ખબર પડી ત્યારે હું મહારાણીની કુશળતા તેમજ તેની સૂઝબૂઝ વિષે ચકિત થઈ ગયો. મેં વિચાર્યું કે આ ગર્ભગત બાળકનો જ પ્રભાવ છે. તેથી મારા ચિંતન પ્રમાણે બાળકનું નામ સુમતિકુમાર રાખવું જોઈએ. ઉપસ્થિત લોકોએ કહ્યું, એ જ નામ યોગ્ય છે. કારણ કે એ નામ સાથે ગર્ભકાલીન ઘટનાઓનો ઇતિહાસ જોડાયેલો છે.
આવશ્યક ચૂર્ણિમાં આ ઘટના કંઈક જુદા સ્વરૂપે મળે છે. મહારાણી બાળકના ટુકડા કરવાની વાત કરવાને બદલે માત્ર એમ કહે છે કે મારા ગર્ભમાં ભાવિ તીર્થંકર છે, તેનો જન્મ થાય ત્યાં સુધી આ બાળક મને સોંપી દો. પછી તે અંગે નિર્ણય લેવામાં આવશે. આથી નકલી માતા તરત રાજી થઈ ગઈ હતી. પરંતુ અસલી માતા ના પાડવા લાગી અને પુત્રવિરહની વ્યાકુળતા વ્યક્ત કરવા લાગી. રાણીએ તેની વ્યાકુળતા જોઈને તેના પક્ષમાં ન્યાય આપ્યો હતો. વિવાહ અને રાજ્ય
રાજકુમાર સુમતિએ વિવાહ અવસ્થામાં પ્રવેશ કર્યો. મહારાજ મેળે અનેક સુયોગ્ય, સમવયસ્ક કન્યાઓ સાથે તેનો વિવાહ કર્યો. ભોગાવલિ કર્મના ઉદયથી તેઓ પંચેન્દ્રિય સુખોનો ઉપભોગ કરવા લાગ્યા. તક જોઈને સમ્રાટ મેઘે રાજકુમાર સુમતિનો રાજ્યાભિષેક કર્યો અને પોતે નિવૃત્ત થઈને સાધનામાં એકાગ્ર થઈ ગયા.
રાજકુમાર સુમતિ રાજા બનીને રાજ્યનું સમુચિત સંચાલન સંભાળવા લાગ્યાં. પ્રજાના દિલમાં રાજા માટે ઊંડી આસ્થા હતી. લોકો તેમને યથાનામ તથાગુણ કહેતા હતા. તેમનો પ્રત્યેક આદેશ લોકો શ્રદ્ધાપૂર્વક સ્વીકારતા હતા.
ભગવાન શ્રી સુમતિનાથ [
૭