________________
રાજકીય વ્યવસ્થા અત્યંત સુંદર રીતે ચાલતી હતી. ભોગાવલી કર્મો ક્ષીણ થતાં નરેશ સંયમ તરફ પ્રવૃત્ત થયા. લોકાંતિક દેવોના આગમન પછી ભગવાને વર્ષીદાન દીધું.
નિર્ધારિત તિથિ વૈશાખ સુદ ૯ના દિવસે એક હજાર વ્યક્તિઓ સાથે પંચમુષ્ટિ લોચ કરીને સાવદ્ય યોગોનો સર્વથા ત્યાગ કરી દીધો. તેમણે ભોજન કરીને દીક્ષા લીધી હતી. કેટલાક ગ્રંથોમાં તેમને ષષ્ઠ ભક્ત (બેલ)-છઠ ની તપસ્યા હોવાનો ઉલ્લેખ છે. બીજા દિવસે વિજયપુરના રાજા પદ્મને ત્યાં તેમનું પ્રથમ પારણું થયું.
ભગવાન વીસ વર્ષ સુધી છદ્મસ્થકાળમાં ઉત્કૃષ્ટ સાધના કરતાં કરતાં વિચર્યા. ધર્મધ્યાન તથા શુક્લધ્યાન વડે અપૂર્વ કર્મનિર્જરા કરીને પ્રભુએ યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કર્યું તથા તેરમા ગુણસ્થાનમાં ત્રણ ઘાતી કર્મનો ક્ષય કરીને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી.
દેવોએ ઉત્સવ ઉજવ્યો. સમવસરણની રચના કરવામાં આવી. દેવદુંદુભિ સાંભળીને લોકો મોટી સંખ્યામાં પ્રવચનમાં ઉપસ્થિત થયા. ભગવાને પ્રથમ દેશનામાં તીર્થની સ્થાપના કરી. આગાર અને અણગાર ધર્મની વિશેષ વિવેચના પ્રસ્તુત કરી. મોટી સંખ્યામાં લોકોએ પોતપોતાની શક્તિ અનુસાર મહાવ્રત અથવા અણુવ્રત ગ્રહણ કર્યા. નિર્વાણ
ભગવાને પોતાનું આયુષ્ય નજીક સમજીને એક હજાર સાધુઓ સહિત સન્મેદશિખર ચડીને એક માસના અનશન કર્યા અને મુક્તિનું વરણ કર્યું. પ્રભુનો પરિવાર૦ ગણધર
- ૧૦૦ ૦ કેવલજ્ઞાની
- ૧૩,૦૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની
- ૧૦,૪૫૦ ૦ અવધિજ્ઞાની
૧૧,૦૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી
- ૧૮,૪૦૦ 0 ચતુર્દશ પૂર્વી
-૨,૪૦૦ ૦ ચર્ચાવાદી
- ૧૦,૪૫૦ ૦ સાધુ
- ૩, ૨૦,૦૦૦ ૦ સાધ્વી
- ૫,૩૦,૦૦૦ ૦ શ્રાવક
- ૨,૮૧,૦૦૦
તીર્થકરચરિત્ર | ૪૮