________________
પ્રશ્નના જવામાં કહ્યું કે મારો અપરાધ ક્ષમા કરો. સંગીત ખૂબ મધુર વાગી રહ્યું હતું તેથી બંધ કરાવ્યું નહિ. વાસુદેવ ત્રિપૃષ્ઠે ગુસ્સે થઈને સીસુ ગરમ કરાવ્યું અને સેવકના બંને કાનમાં રેડાવ્યું. સેવકે તડપી તડપીને ત્યાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ રીતે તે જન્મમાં તેમણે અનેક હિંસક કાર્યો કર્યાં. ત્યાંથી મૃત્યુ પામીને તે સાતમી નકમાં ગયા. જૈનદર્શન સ્પષ્ટ માને છે કે ભલેને તીર્થંકર બનનાર જીવ હોય, તો પણ કર્મ જો ખરાબ કર્યાં હશે તો અધમ ગતિમાં તેણે જવું પડશે. મહાવીરના સત્યાવીશ પૂર્વ જન્મો દ્વારા આ વાત વિશેષ સ્પષ્ટ જણાય છે. ચારે ગતિઓમાં આચરણાનુસાર તેમના જીવને જવું પડ્યું હતું.
વાસુદેવ ત્રિપૃષ્ઠનું કુલ આયુષ્ય ચોર્યાશી લાખ વર્ષનું હતું. તેમાં પચ્ચીસ હજાર વર્ષ બાલ્યાવસ્થામાં, પચ્ચીસ હજાર વર્ષ માંડલિક રાજા રૂપે તથા એક હજાર વર્ષ દિગ્વિજય કરવામાં ખર્ચાયાં. બાકીનાં ત્યાશી લાખ ઓગણપચ્ચાસ હજાર વર્ષ વાસુદેવ રૂપે વ્યતીત થયાં. વાસુદેવના મૃત્યુ પછી બલદેવ અચલે ભગવાન પાસે દીક્ષા લીધી અને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું.
ઓગણીસમો ભવ- નરક
સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નકાવાસમાં તેત્રીસ સાગરોપમ આયુષ્યવાળા નૈયિક બન્યા.
વીસમો ભવ- તિર્યંચ
સિંહની યોનિમાં ઉત્પન્ન થયા.
એકવીસમો ભવ- નરક
ચોથી નરકમાં દશ સાગરોપમ આયુષ્યવાળા નૈરયિક બન્યા. નરકમાંથી નીકળીને નયસારના જીવે અનેક નાના મોટા ક્ષુદ્ર ભવોમાં પરિભ્રમણ કર્યું. તે આ સત્યાવીશ ભવોની ગણતરીમાં આવતું નથી.
બાવીસમો ભવ- મનુષ્ય
રથનપુર નગરમાં પ્રિયમિત્ર રાજા રાજ્ય કરતો હતો. તેની મહારાણી વિમલાની કૂખે નયસારનો જીવ રાજકુમાર તરીકે જન્મ્યો. તેનું નામ રાખ્યું વિમલ. યૌવનવયમાં તે આવ્યો ત્યારે તેનો વિવાહ કરવામાં આવ્યો. પોતાના પુત્રને યોગ્ય જાણીને પ્રિય મિત્ર રાજાએ તેને રાજ્યનો ભાર સોંપી દીધો અને પોતે દીક્ષિત થઈ ગયા.
રાજા વિમલ અત્યંત નીતિનિપુણ અને સરલ-પરિણામી હતો, કરુણાશીલ હતો. એક વખત કોઈ કારણવશાત્ તે પાસેના જંગલપ્રદેશમાં ગયો. ત્યાં તેણે જોયું કે એક શિકારીએ જાળ પાથરીને કેટલાંક હરણાંને પકડ્યાં હતાં.
ભગવાન શ્રી મહાવીર ત્ત ૧૮૭