________________
ભયનો આતંક મિટાવવા માટે સિંહને ખતમ કરી દઉં.’
બંને ભાઈઓએ લોકો પાસેથી સમગ્ર માહિતી મેળવી લીધી અને શસ્ત્રાસ્ત્રથી સુસજ્જ થઈને સિંહની ગુફા તરફ આગળ વધ્યા. ત્યાં બંનેએ મોટેથી બૂમ મારી. સિંહ એ અવાજ સાંભળીને ક્રોધિત થઈ ઊઠ્યો. તે ગુફાની બહાર આવ્યો. તેને પગે ચાલતો જોઈને ત્રિપૃષ્ઠ વિચાર્યું, જે તે પગે ચાલતો હોય તો હું રથ ઉપર કઈ રીતે બેસી શકું? રાજકુમાર રથમાંથી નીચે ઊતરીને ચાલવા લાગ્યા. સિંહની પાસે કોઈ હથિયાર નથી. તો મારાથી હથિયાર કેમ વાપરી શકાય? એમ વિચારીને તેમણે પોતાનાં હથિયાર રથમાં પાછાં મૂકી દીધાં. સિંહ ભયંકર ગર્જના સાથે ત્રિપૃષ્ઠ ઉપર ત્રાટક્યો, પરંતુ તેણે વિદ્યુત વેગથી તરાપ મારીને સિંહનાં બંને જડબાં પકડીને જૂના વાંસના ટુકડાની જેમ ચીરી નાખ્યો.
સિંહના મૃત્યુની વાત સાંભળીને અશ્વગ્રીવ ભયાક્રાંત થઈ ઊઠ્યો અને તેને એમ લાગવા માંડ્યું કે આ રાજકુમાર તેનો કાળ છે. થોડોક વિચાર કર્યા પછી તેણે પ્રજાપતિને સંદેશ મોકલ્યો- આપના બંને રાજકુમારોએ જે વીરતાભર્યું કામ કર્યું છે. તે માટે અમે તેમને પુરસ્કૃત કરવા ઇચ્છીએ છીએ. તેથી તેમને અહીં મોકલો.
એ સંદેશના જવાબમાં ત્રિપૃષ્ઠ ઉત્તર આપતાં કહ્યું, “જે રાજા સિંહને પણ ન મારી શક્યો તે રાજાના હાથે અમે કોઈપણ પ્રકારનો પુરસ્કાર સ્વીકારવા તૈયાર નથી.”
આ સાંભળીને પ્રતિવાસુદેવ ખળભળી ઊઠ્યો અને પોતાની ચતુરંગી સેનાને લઈને યુદ્ધભૂમિમાં ઊતરી આવ્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આખરે અશ્વગ્રીવને સુદર્શન ચક્ર વડે મારીને ત્રિપૃષ્ઠ પ્રથમ વાસુદેવ તથા અચલ પ્રથમ બલદેવ બન્યા. સાથોસાથ તેઓ ત્રણ ખંડના એકછત્ર સ્વામી બન્યા. પોતનપુરમાં એક વખત અગિયારમા તીર્થંકર ભગવાન શ્રેયાંસનાથ પધાર્યા. બંને ભાઈઓએ ભગવાનનું પ્રવચન સાંભળ્યું. તેથી ત્રિપૃષ્ઠને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, પરંતુ થોડાક સમય પછી તે પ્રકાશ ખતમ થઈ ગયો. બંને ભગવાનના ભક્ત બની રહ્યા.
વાસુદેવ ત્રિપૃષ્ઠ ક્રૂર શાસક હતા. તેમને શાસનનો ભંગ જરા પણ સહન થતો નહિ. એક વખત રાત્રે સંગીત ચાલી રહ્યું હતું. ચક્રવર્તી સ્વયં પલંગ ઉપર સૂતી વખતે એવી સૂચના આપીને સૂઈ ગયા કે મને ઊંઘ આવે એટલે સંગીત બંધ કરાવી દેવું. થોડાક સમયમાં તેમને ઊંઘ આવી ગઈ. પરંતુ સંગીતરસિક સેવક સંગીત બંધ કરાવી શક્યો નહિ. ત્રિપૃષ્ઠ જ્યારે જાગ્યા, ત્યારે સંગીત ચાલતું જોઈને તેઓ એકદમ ગુસ્સે થઈ ગયા. સેવકે તેમના
તીર્થકરચરિત્ર [ ૧૮૬