________________
અઢારમો ભવ-મનુષ્ય (વાસુદેવ)
મહાશુક્ર દેવલોકથી ચ્યવન પામીને નયસારનો જીવ ત્રિપૃષ્ઠ રાજકુમાર તરીકે ઉત્પન્ન થયો. પોતનપુર નગરનો રાજા પ્રજાપતિ હતો. તેને બે રાણીઓ હતી: ભદ્રા અને મૃગાવતી. ભદ્રાની કૂખે રાજકુમાર અચલનો જન્મ થયો. મૃગાવતી દ્વારા ત્રિપૃષ્ઠનો જન્મ થયો. બંને રાજકુમાર સઘળી વિદ્યામાં પારંગત બનીને પિતાને સહયોગ આપવા લાગ્યા. આ બંને ભાઈ આ અવસર્પિણીના ક્રમશઃ પહેલા બળદેવ અને વાસુદેવ બન્યા.
પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ ત્રણ ખંડોનો અધિપતિ હતો. રત્નપુર નગરી તેની રાજધાની હતી. તે અત્યંત શૂરવીર, પરાક્રમી અને સંગ્રામનો શોખીન હતો. અશ્વગ્રીવે વિચાર્યું કે ત્રણ ખંડોમાં મારા કરતાં વધારે બળવાન તો કોઈ નથી. જે મને સંગ્રામમાં જીતી શકે અથવા મને પરાજિત કરી શકે. જે કોઈ એવો હોય તો તેની માહિતી મેળવવી જોઈએ. એક અષ્ટાંગ નિમિત્તના જાણકાર જ્યોતિષીને આ સંદર્ભમાં પૂછ્યું તો તેણે જણાવ્યું, “જે રાજકુમાર આપના રાજદૂત ચંડવેગને અપમાનિત અથવા પરાજિત કરશે તથા શાલિક્ષેત્રમાં રક્ષણ માટે મોકલેલા રાજા-રાજકુમારોમાં જે ત્યાં આતંક ફેલાવી રહેલા સિંહને મારશે એ જ રાજકુમારના હાથે આપનું મૃત્યુ થશે.
અશ્વગ્રીવ ભયાતુર થઈ ગયો. રાજદૂત ચંડવેગ અનેક રાજધાનીઓમાં પ્રતિવાસુદેવનું કાર્ય કરતો કરતો પોતનપુર રાજસભામાં પહોંચ્યો. રાજસભામાં તે સમયે સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
મહારાજ પ્રજાપતિ, રાજકુમાર અચલ, ત્રિપૃષ્ઠ તથા અન્ય સૌ આનંદ માણી રહ્યા હતા.રાજદૂતના આકસ્મિક આગમનથી રાજ સ્વયં ઊભો થયો અને તેને યોગ્ય આસન આપ્યું. રાજાએ પ્રતિવાસુદેવના ક્ષેમકુશળ પૂક્યા. રાજકુમાર ત્રિપૃષ્ઠના મનમાં રંગમાં ભંગ કરવાથી દૂત પ્રત્યે ક્રોધ ભભૂક્યો. રાજાએ દૂતને ભેટ વગેરે આપીને તેનું સન્માન કરી વિદાય કર્યો. પરંતુ રાજકુમારે રસ્તામાં પકડી લીધો અને તેનું અપમાન કર્યું. દૂતના અપમાનની વાત સાંભળીને અશ્વગ્રીવ ભયાતુર થઈ ગયો તથા તેણે વિચાર્યું કે નૈમિતજ્ઞની પ્રથમ બાબત તો મળી ગઈ છે.
તે દિવસોમાં અશ્વગ્રીવના રાજ્યમાં શાલિખેતરમાં એક સિંહનો ભયંકર આતંક ફેલાયેલો હતો. અગ્રીવ દ્વારા સિંહને મારવાનો ઉપાય વ્યર્થ જતાં તે ક્ષેત્રોની સુરક્ષા માટે વારાફરતી એક એક રાજાની નિયુક્તિ કરવામાં આવી. તે નિયુક્તિના ક્રમમાં મહારાજ પ્રજાપતિનો વારો પણ આવ્યો. તે જવા માટે ઉદ્યત થયા તો રાજકુમાર ત્રિપૃષ્ઠ આગ્રહપૂર્વક પિતાને રોકી લીધા. પોતાના ભાઈ અચલ સાથે તે ક્ષેત્રમાં પહોંચી ગયા. ત્રિપૃષ્ઠ વિચાર્યું, લોકોમાં પ્રસરેલા
ભગવાન શ્રી મહાવીર ૧૮૫