________________
અહિંસા વિષે ભગવાન મહાવીરનો સૂક્ષ્મત્તમ ષ્ટિકોણ સમગ્ર વિશ્વ સ્વીકારે છે. તેમની ષ્ટિએ શારીરિક હિંસા સિવાયની વાચિક તથા માનસિક કટુતા પણ હિંસા છે. સૂક્ષ્મ અહિંસાના ષ્ટિકોણને સાધનાનો વિષય બનાવવો એ અન્ય દાર્શનિકો માટે વિસ્મયનો વિષય હતો.
વૈચારિક અહિંસાને વિકસિત કરવા માટે તેમણે સ્યાદ્વાદ (અનેકાન્ત)નું પ્રતિપાદન કર્યું. તેમનો મત હતો કે પ્રત્યેક વસ્તુને એકાંગી રીતે પકડવી એ જ આગ્રહ છે, સત્યનો વિપર્યાસ છે, અનંતધમાં વસ્તુનો એક જ ધર્મ સ્વીકારવો અને બાકીના ધર્મોનો નકાર કરવો તે અપૂર્ણતા છે. પ્રત્યેક વસ્તુનું અપેક્ષાથી વિવેચન કરવું એ જ યથાર્થને પામવું છે. જેવી રીતે ઘડાને ઘડા તરીકે ઓળખવો તે તેના અસ્તિત્વનો બોધ છે. ઘડાને પટના રૂપમાં નકારવો તે નાસ્તિકનો બોધ છે. એક જ ઘડાના અસ્તિત્વ અને નાસ્તિત્વ એવા બે વિરોધી ધર્મોનો સમાવેશ કરવો એનું જ નામ સ્યાદ્વાદ છે . આમ પ્રત્યેક વસ્તુ પોતપોતાની સ્થિતિમાં અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે અનેક ધર્મોવાળી હોય છે . સ્યાદ્વાદને માની લીધા પછી એકાંતિક આગ્રહ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. વૈચારિક વિગ્રહને પછી કોઈ અવકાશ જ મળતો નથી.