________________
૫. જ્યોતિ ૬. ચિત્રાંગ ૭. ચિત્તરસ ૮. માણિભંગ ૯. ગેહાગાર ૧૦. અનગ્ન
- ઉષ્ણતા પ્રદાન કરનાર -વિવિધવણ પુષ્પો આપનાર - અનેક રસ આપનાર - ચમકદાર આભૂષણોની સંપૂર્તિ કરનાર - ઘરના આકારવાળાં - વસ્ત્ર આપૂર્તિ કરનાર
યૌગલિક-જીવનનાં મુખ્ય તથ્યો
* યૌગલિક પુરુષ અને સ્ત્રીનો જન્મ એક સાથે થતો અને મૃત્યુ પણ
એક સાથે થતું * ભાઈ બહેન, પતિ-પત્ની, માતા-પિતા, પુત્ર-પુત્રી, સિવાય કોઈ
અન્ય પારિવારિક સંબંધ નહોતો. * રાજા-પ્રજાની કોઈ વ્યવસ્થા નહોતી. * સમાજ નહોતો. * ઘર, ગામ, કસબા અને શહેર નહોતાં. * સંગ્રહ અને વિગ્રહને કોઈ અવકાશ નહોતો. * અસ્ત્ર-શસ્ત્ર નહોતાં. * સ્થૂળ અગ્નિ નહોતો. * લોકો અપક્વભોજી હતાં. * રોગ અને ઘડપણ પજવતાં નહોતાં. * ઉપઘાત (અકાળમૃત્ય) નહોતું. * ગાય, ભેંસ, ઘોડો વગેરે પાલતું પશુઓ નહોતાં. * ક્રિયાત્મક સા નહોતી. * સામાયિક, પૌષધ વગેરે ક્રિયાત્મક ધર્મ નહોતો. * કરોડપૂર્વથી વધારે આયુષ્ય હતું. * અસિ, મષિ અને કૃષિ કર્મ નહોતાં.
યૌગલિકોનું જીવનસ્તર સમાન હતું. તેથી કોઈમાં ઈર્ષ્યા ન હતી. ઊંચ-નીચની ભાવના ન હતી. સૌ સમાન રૂપે પ્રકૃતિની ગોદમાં ઉછરતાં હતાં. વસ્તી મર્યાદિત હતી. પ્રત્યેક યુગલ દંપતીને એક જ યુગલ પુત્ર-પુત્રી રૂપે
પ્રવેશ D ૫