________________
અવસર્પિણી કાળના છ વિભાગ છે, જેમને અર (આરા) કહેવામાં આવે છે. સાપના મોઢાથી પૂંછડી સુધી ક્રમશઃ પાતળાપણું હોય છે. એવી રીતે આ વિભાગોનો સમય ક્રમશઃ સંકુચિત થતો જાય છે. છ વિભાગો આ પ્રમાણે છે: ૧. સુષમસુષમા ચાર કરોડા કરોડ સાગર ૨. સુષમા
ત્રણ કરોડા કરોડ સાગર ૩. સુષમદુષમાં બે કરોડા કરોડ સાગર ૪. દુષમસુષમાં બેતાલીસ હજાર વર્ષ કમ એક કરોડ કરોડ સાગર ૫. દુષમાં
એકવીસ હજાર વર્ષ ૬. દુષમદુષમા એકવીસ હજાર વર્ષ
ઉત્સર્પિણી કાળમાં આ જ છ વિભાગ ઊલટા ક્રમમાં હોય છે. સાપની પૂંછડીથી મોઢા સુધી ક્રમશઃ ડાપણું હોય છે, તેવી જ રીતે આ ભાગોનો સમય ક્રમશઃ વધતો જતો રહે છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી આ બંનેને કાળચક્ર કહેવામાં આવે છે. કાળચક્રની અવધિ વીસ કરોડા કરોડ સાગરની હોય છે. યૌગલિક યુગ (અરણ્ય યુગ)
યૌગલિક યુગમાં લોકો શ્રમની આદતવાળા નહોતા. તે સમયે પૃથ્વી ઉત્કૃષ્ટ રૂપ, રસ, ગંધ, સ્પર્શથી સભર હતી. યૌગલિક યુગનાં લોકોને યૌગલિક કહેવામાં આવતાં હતાં કારણ કે તેઓ યુગલરૂપે જન્મતાં હતાં. તેમને શ્રમ કરવાની જરૂર રહેતી નહોતી. શ્રમ કર્યા વગર ખાવા, પીવા, રહેવાની તમામ અપેક્ષાઓ કલ્પવૃક્ષો દ્વારા પૂર્ણ થઈ જતી હતી. કલ્પવૃક્ષ પણ એટલાં બધાં હતાં કે કોઈને તે પોતાના અધિકારમાં લેવાની ઈચ્છા જ થતી નહોતી ! જે કોઈને ભૂખ લાગે તે વૃક્ષ ઉપરથી ફળ તોડીને ખાઈ લે. પાંદડાં તોડીને પહેરી લે. ફૂલ તોડીને શૃંગાર સજી લે. ક્યાંય કોઈ અડચણ નહોતી. તેમને કોઈ વસ્તુનો સંગ્રહ કરવાની જરૂર જ નહોતી.
કલ્પવૃક્ષ નીચે મુજબ દશ પ્રકારનાં હતાં, જે તે યૌગલિકોના કામમાં આવતાં હતાં. તે આ પ્રકારે છે : ૧. મનંગ
- મદ્ય સદશ રસ આપનાર ૨. ભૂગાંગ
- પાત્ર-ભાજન આપનાર ૩. ત્રુટિતાંગ
- આમોદ-પ્રમોદ માટે વાદ્યોનું સંગીત
આપનાર ૪. દીપાંગ
– પ્રકાશ આપનાર
તીર્થકરચરિત્ર | ૪