________________
(૨) મંડલી-બંધ - અપરાધીને ચોક્કસ સીમામાં અટકાવી દેવો. (૩) ચારક-બંધ - અપરાધીને ખાસ જગ્યાએ રોકી રાખવો-કેદ કરવો. (૪) છવિચ્છેદ – અપરાધીના અંગ વિશેષનું છેદન કરવું અથવા તેને
લાંછિત કરવું. ઉપરોક્ત ચારેય સાઓ અત્યંત પ્રભાવક રહી. તેથી વિશૃંખલિત મનોવૃત્તિ સર્વથા નિયંત્રિત થઈ ગઈ હતી. લોકો નવી સામાજિક પદ્ધતિમાં ગોઠવાઈ ચૂક્યા હતા. સૌ સંતુષ્ટ હતા. ખાદ્ય વસ્તુઓનો અભાવ દૂર થયા પછી ક્રમશઃ અનુશાસિત જીવન જીવવાના સૌ આદતી બની ગયા. ઋષભ માટે લોકોને ઊંડો વિશ્વાસ હતો. સમગ્ર વ્યવસ્થા સ્વયં સંચાલિત થઈ રહી હતી. નવી પરિસ્થિતિઓમાં સૌ પ્રસન્ન હતા.
- ઉપરોક્ત ચારેય સજાઓના સંબંધમાં કેટલાક આચાર્યોનો અભિમત એવો છે કે અંતિમ બે નીતિઓ ભરતના સમયમાં પ્રચલિત થઈ હતી, પરંતુ કેટલાક આચાર્યો એમ માને છે કે આ ચારેય સજાઓ ઋષભના સમયમાં જ શરૂ થઈ ચૂકી હતી. કલા-પ્રશિક્ષણ
રાજ ઋષભે લોકોને સ્વાવલંબી તેમજ કર્મશીલ બનાવવા માટે વિવિધ પ્રકારનું શિક્ષણ આપ્યું, કલાનું પ્રશિક્ષણ આપ્યું. તેમણે સૌ શિલ્પ અને અસિ, મણિ, કૃષિરૂપ કાર્યોનું સક્રિય જ્ઞાન આપ્યું. શિલ્પજ્ઞાનમાં કુંભારકાર્ય, પટાકાર કાર્ય, વર્ધક કાર્ય વગેરે શિખવાડ્યાં.
સાથોસાથ ઋષભે પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને નીચે પ્રમાણેની બોંતેર કલાઓ શીખવાડી : ૧. લેખ
- લિપિ કલા અને લેખ વિષયક કલા ૨. ગણિત
- સંખ્યા કલા. . રૂપ
- નિર્માણ કલા. ૪. નાટ્ય
- નૃત્ય કલા. ૫. ગીત
- ગાયન વિજ્ઞાન. ૬. વાદ્ય
- વાદ્ય વિજ્ઞાન. ૭. સ્વરગત
- સ્વર વિજ્ઞાન. ૮. પુષ્કરગત
– મૃદંગ વગેરેનું વિજ્ઞાન ૯. સમતાલ
- તાલ વિજ્ઞાન. ૧૦. ધૂત
- ધૂત કલા.
તીર્થકરચરિત્ર 7 ૩૦