________________
તમામ રાજાઓએ મળવાનું સ્વીકાર્યું. દરેક રાજા એમ જ માનતો હતો કે માત્ર મને જ બોલાવવામાં આવ્યો છે. નિશ્ચિત સમયે છએ રાજાઓએ અલગ અલગ દરવાજેથી અલગ અલગ ખંડોમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરનારા છ રાજાઓનાં નામ આ પ્રમાણે હતાં
૧. સાકેતપુ૨ીના રાજા
૨. ચંપાના રાજા
૩. કુણાલાના રાજા
૪. વારાણસીના રાજા
પ્રતિબુદ્ધ
ચંદ્રછાગ
રુક્મી
શંખ
૫. હસ્તિનાપુરના રાજા
અદીનશત્રુ
૬. કંપિલપુરના રાજા
જિતશત્રુ
મિત્ર રાજા અશોકવાટિના મોહનઘરમાં પહોંચ્યા ત્યારે ત્યાં સુસજ્જિત પૂતળીને મલ્લિકુમારી સમજીને નિરખવા લાગ્યા. રૂપથી ઉન્મત્ત થઈને તેઓ તેને તાકી જ રહ્યા હતા. એવામાં મલ્લિકુમારી ત્યાં આવીને પૂતળીનું ઉ૫૨નું ઢાંકણ ખોલી નાંખ્યું. ઢાંકણ ખૂલતાં જ તેમાંથી સડેલા અનાજની દુર્ગંધ ચારે બાજુ પ્રસરી ગઈ. દુર્ગંધ પ્રસરતાં જ રાજાઓ નાક દબાવતા આમ તેમ જોવા
લાગ્યા.
તક જોઈને રાજકુમારી મલ્લિએ કહ્યું, ‘હે રાજાઓ ! દ૨૨ોજ માત્ર એક એક કોળિયો અનાજ નાખવાથી જ પૂતળીમાં સડેલા અનાજની આટલી બધી દુર્ગંધ પેદા થઈ છે, તો આ શરીર તો માત્ર અન્નનું જ પૂતળું છે. હાડ-માંસ તેમજ મળ-મૂત્ર સિવાય તેમાં બીજું છે શું ? તો પછી તેના ઉપર આટલી આસક્તિ શા માટે ? આપ સૌ આસક્તિ છોડો અને પવિત્ર મૈત્રી સંબંધોને યાદ કરો, આજથી ત્રીજા જન્મમાં આપણે સૌ અભિન્ન મિત્રો હતા. મારું નામ મહાબલ હતું. આપ સૌનાં નામ અમુક તમુક હતાં. આવો, આ વખતે પ્રબળ સાધના કરીને આપણે સાતેય શાશ્વત સ્થાન મેળવીએ, જ્યાંથી ક્યારેય આપણે અલગ થવાનું હોય જ નહિ,
મલ્લિકુમા૨ીના આવા પ્રેરક ઉદ્બોધન તેમજ પાછળના જન્મની વાતોથી રાજાઓને જાતિસ્મરણજ્ઞાન થઈ ગયું. તેમણે પોતાના પાછલા સંબંધોને સ્વયં નિહાળ્યા. તરત જ સૌ વિરક્ત થઈને બોલ્યા, ‘ભગવતી ! અમને ક્ષમા કરો અમારા વડે અજાણતાં જ ભૂલ થઈ છે. હવે અમે સૌ વિરક્ત છીએ આપ આજ્ઞા કરો આપની સાથે સાધના કરીને સઘળાં બંધનોનો ક્ષય કરી દઈએ.
ભગવાન શ્રી મલ્લિનાથ 2 ૧૩૧