________________
RE
'
,
-
S
III
TIT T ID:
I'llllliIII
અંદરનાં દ્વાર એ રીતે ખૂલતાં હતાં કે અંદર ઊભેલી વ્યક્તિને માત્ર મૂર્તિ જ દેખાય બીજું કશું દેખાય નહિ. તે પૂતળી અંદરથી ખાલી હતી તથા ગળ પાસેથી ખૂલતી હતી. દરરોજ મલ્લિકુમારી પોતાના ભોજનનો એક એ. કોળિયો તે પૂતળીના ગળામાં નાખતી હતી.
આ તરફ અલગ અલગ સાધનો દ્વારા છ મિત્ર-રાજાઓ પાસે મલ્લિકુમારીના રૂપની પ્રશંસા પહોંચી. અનુરક્ત મનવાળા છ રાજાઓએ દૂત મોકલીને કુંભ રાજા પાસે મલ્લિકુમારી માટે યાચના કરી. રાજા કુંભે ના પાડી તેથી છએ રાજાઓ સેનાઓ લઈને મિથિલા તરફ નીકળી પડ્યા. મહારાજ કુંભ છએ રાજાઓને સસૈન્ય મિથિલા નજીક આવેલા સાંભળીને ચિંતિત થઈ ઊઠ્યા. એકસાથે છ સામે યુદ્ધ કરવામાં પોતાને તેઓ અસમર્થ સમજવા લાગ્યા. ત્યારે રાજકુમારી મલ્લિ ચરણવંદન માટે પિતા પાસે આવી. તેણે ચિંતિત પિતાને કહ્યું કે, “આપ શા માટે યુદ્ધની વ્યર્થ ચિંતા કરો છો ? આ સમસ્યાનો ઉકેલ હું લાવી દઈશ. આપ નિશ્ચિત રહો.”
રાજાની આજ્ઞા મેળવીને રાજકુમારી મલ્લિએ છએ રાજાઓની પાસે અલગ અલગ દૂત મોકલ્યા અને અશોકવાટિકામાં મળવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.
તીર્થકરચરિત્ર [ ૧૩૦