________________
કરવા લાગ્યા.
એક વખત મહાબલ મુનિના મનમાં વિચાર આવ્યો કે, અત્યારે તો સાતેયમાં મારું સ્થાન વિશેષ છે પરંતુ સમાન તપસ્યા, અભિગ્રહ વગેરેને કારણે ભવિષ્યમાં આ વિશેષતા જળવાશે નહિ.
અહંકારના આવેશમાં તેમણે ખોટો નિર્ણય કર્યો કે વિશિષ્ટ બનવા માટે મારે મારા મિત્રો કરતાં કંઈક વિશેષ તપ કરવું જોઈએ. આવી કલ્પનામાં તેઓ પારણાંના દિવસે જ્યારે સહવર્તી મિત્ર-સંતો તેમના માટે આહારપાણી લાવતા ત્યારે તેઓ કહેતા કે તમે પારણાં કરો, મેં તો આજે આહારનો ત્યાગ કરી દીધો છે. આમ છઘપૂર્વક તપ અને અહંકાર તથા માયાની પ્રગાઢતા વડે તેમના સ્ત્રીગોત્રનો બંધ થઈ ગયો. વિશેષ તપસ્યા તેમજ નિર્જરાના કારણે તીર્થકર ગોત્રનો બંધ પણ થયો. ત્યાંથી સમાધિમરણ પામીને અનુત્તરલોકના વૈજયંત વિમાનમાં સૌ મુનિ દેવરૂપમાં પેદા થયા. જન્મ
દેવાયુ ભોગવીને મહાબલ મુનિનો જીવ મિથિલા નગરીના રાજા કુંભના રાજમહેલમાં મહારાણી પ્રભાવતીની કુખે અવતરિત થયો. માતાને ચૌદ મહાસ્વપ્ન આવ્યાં.
ગર્ભકાળ પૂર્ણ થતાં સૌની આશાની વિરુદ્ધ એક પુત્રીનો જન્મ થયો. તે સમયે રાજઘરાનામાં પુત્રનો જ ઉત્સવ થતો હતો, પરંતુ દેવેન્દ્રોએ નવજાત બાલિકાનો ઉત્સવ ઉજવ્યો. ત્યારે રાજા કુંભ પણ પોતાના સહજ સમુત્પન્ન ઉલ્લાસને રોકી શક્યા નહિ. તેમણે પરંપરાને તોડીને પુત્રીનો જન્મોત્સવ પુત્રના જન્મોત્સવની જેમ જ ઉજવ્યો.
નામકરણ મહોત્સવ પણ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો. રાજા કુંભે સૌને જણાવ્યું કે, “તેના ગર્ભકાળમાં રાણીને પુષ્પ-શૈયા ઉપર સૂઈ જવાનો દોહદ (ઇચ્છા) ઉત્પન્ન થયો હતો. તે દોહદ દેવોએ પૂરો કર્યો હતો. તેથી બાલિકાનું નામ મલ્લિકુમારી રાખવું જોઈએ. મિત્રોને પ્રતિબોધ
મલ્લિકુમારીએ ક્રમશઃ તારુણ્યમાં પ્રવેશ કરતાં જ તેમના સૌંદર્યમાં અદ્દભુત નિખાર પ્રગટ્યો. તેમના રૂપનો મહિમા દૂર દૂર સુધી પ્રસરી ગયો. આ બાજુ મલ્લિકુમારીએ અવધિજ્ઞાન વડે પોતાના પૂર્વભવના છ મિત્રોને જ્યારે નજીકનાં જનપદોમાં રાજ બનેલા જોયા, ત્યારે તેમને પ્રતિબોધ આપવા માટે પોતાના ઉદ્યાનમાં એક મોહનઘરનું નિર્માણ કરાવ્યું. તે ભવનના મધ્યભાગમાં બરાબર પોતાના જેવું જ રૂપ ધરાવતી એક સુવર્ણપૂતળી સ્થાપિત કરી. મૂર્તિની ચારેય બાજુ છ કક્ષ પૂતળીની સન્મુખ બનાવડાવ્યા. કક્ષોની
ભગવાન શ્રી મલ્લિનાથ [ ૧૨૯