________________
ભગવાન શ્રી મલ્લિનાથ
તીર્થકર ગોત્રનો બંધ —- 0.
ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ પ્રભુ પોતે જ એક આશ્ચર્ય હતા. બાકીના તીર્થકરોએ પુરુષ
શરીર ધારણ કર્યું હતું, પરંતુ તીર્થંકર મલ્લિનાથે (MO)) સ્ત્રીશરીરમાં જન્મ લીધો. સ્ત્રી શરીરમાં આટલો
આત્મવિકાસ તથા આટલો પુરુષાર્થ સ્વયં એક આશ્ચર્ય ગણાય.
ભગવાન મલ્લિપ્રભુએ પોતાના પાછળના જન્મોમાં આ પ્રકૃતિઓનો બંધ કર્યો હતો. જંબૂદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની સલિલાવતી વિજયમાં વીતશોકા નગરી હતી. ત્યાંના રાજાનું નામ બલ હતું. તેની મહારાણી ઘારિણી દ્વારા એક પુત્રરત્નનો જન્મ થયો. તેનું નામ રાખ્યું મહાબલ. મહાબલ જ્યારે યુવાન થયો, ત્યારે માતાપિતાએ પાંચસો રાજકન્યાઓ સાથે તેનાં લગ્ન કર્યા. અનેક વર્ષો પછી મહાબલની કમલશ્રી નામની પત્ની દ્વારા પ્રથમ પુત્ર ઉત્પન્ન થયો. તેનું નામ બલભદ્ર
પાડ્યું.
સમ્રાટ બલે ભવ-પ્રપંચથી વિરક્ત થઈને મહાબલનો રાજ્યાભિષેક કર્યો અને પોતે ધર્મઘોષ આચાર્ય પાસે દીક્ષિત થઈને સાધનારત બની ગયા. મહાબલ રાજા બનીને રાજ્યનું વ્યવસ્થિત સંચાલન કરવા લાગ્યા. મહાબલના છ અભિન્ન મિત્રો હતા- ૧. અચલ, ૨. ધરણ, ૩. પૂરણ, ૪. વસુ, ૫. વૈશ્રવણ, ૬. અભિચંદ્ર. એક વખત વીતશોકા નગરીમાં આચાર્ય ધર્મઘોષ પધાર્યા. મહાબલ રાજા વિરક્ત થઈને સાધુ બનવા માટે તૈયાર થઈ ગયા. તેમની સાથે છ મિત્રો પણ તૈયાર થઈ ગયા. સાતેય જણાએ ધર્મઘોષ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી.
દીક્ષિત થયા પછી સાતેય મુનિઓએ એવો નિશ્ચય કર્યો કે તપસ્યા, અભિગ્રહ વગેરે આપણે સાથે સાથે જ કરીશું, જેથી ભવિષ્યમાં પણ આપણો સંઘાથ કાયમનો બની રહે. આવો નિશ્ચય કર્યા પછી સૌ સાથે સાથે તપ વગેરે
તીર્થકરચરિત્ર [ ૧૨૮