________________
દીક્ષા
રાજકુમારી મલ્લિની સ્વીકૃતિ પામીને છએ રાજા પોતપોતાની રાજધાનીમાં આવીને ચારિત્ર સ્વીકારવાની તૈયારીમાં લાગી ગયા. આ તરફ રાજકુમારી મલ્લિએ પણ દીક્ષા લેવાની ઘોષણા કરી. વર્ષીદાન દીધા પછી નિર્ધારિત તિથિ માગસર સુદ અગિયારસના દિવસે ત્રણસો સ્ત્રીઓ તથા ત્રણસો પુરુષો સહિત મલ્લિ ભગવતીએ દીક્ષા ગ્રહણ કરી. કેટલાક લોકો તેમની દીક્ષાતિથિ પોષ સુદ અગિયારસ માને છે. દીક્ષાના દિવસે તેમને અઠ્ઠમનું વ્રત હતું. બીજા દિવસે મિથિલાના રાજ વિશ્વસેનને ત્યાં પારણું કર્યું.
- દીક્ષા લેતાં જ તેઓ મન:પર્યવજ્ઞાની બની ગયાં. મન:પર્યવજ્ઞાન થતાં જ ભગવતી મલ્લિ કાયોત્સર્ગયુક્ત ધ્યાનમાં તન્મય બન્યાં તથા એ જ દિવસના ત્રીજા પ્રહરે ક્ષપક શ્રેણી લઈને તેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. આ અવસર્પિણીમાં સૌથી ઓછી છદ્મસ્થ અવસ્થામાં ચારિત્રપર્યાય પાળનાર તીર્થકર તેઓ જ હતાં. દીક્ષાના દિવસે સર્વજ્ઞતા માત્ર તેમને જ પ્રાપ્ત થઈ હતી.
દેવેન્દ્રોએ ઉત્સવ ઉજવ્યા પછી સમવસરણની રચના કરી. ભગવતી મલ્લિએ પ્રથમ પ્રવચન આપ્યું. પ્રવચન વખતે તીર્થની સ્થાપના થઈ ગઈ. અનેક લોકોએ નિકેત અને અનિકેત ઘર્મની સાધના સ્વીકારી. નિર્વાણ
લાંબા સમય સુધી સંઘની પ્રભાવના કરીને અંતે પાંચસો આર્થિકાઓ તથા પાંચસો ભવ્યાત્મા મુનિઓ સહિત એક માસના આજીવન અનશનમાં અવશિષ્ટ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરી તેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું.
દિગમ્બર માન્યતા પ્રમાણે મલ્લિનાથને પુરુષ માનવામાં આવ્યા છે, કારણ કે તેમની માન્યતા અનુસાર સ્ત્રીને સાધુત્વ તથા મોક્ષ પ્રાપ્તિ નથી. પ્રભુનો પરિવાર ૦ગણધર
- ૨૮ ૦ કેવલજ્ઞાની
- ૨૨૦ ૦ મન:પર્યવ જ્ઞાની
- ૧૭૫૦ ૦અવધિજ્ઞાની ૦ વૈક્રિય લબ્ધિધારી
૨૯૦૦ ૦ ચતુર્દશ પૂર્વ
૬૬૮ ૦ચર્ચાવાદી
- ૧૪૦૦ ૦ સાધુ
- ૪૦,૦૦૦ ૦ સાધ્વી
- ૫૫,૦૦૦
૨૨૦૦
તીર્થકરચરિત્ર [ ૧૩૨