________________
ભગવાન શ્રી સુવિધિનાથ
| તીર્થકર ગોત્રનો બંધ
અર્ધપુષ્કરદ્વીપની પૂર્વે વિદેહની પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિનીના સમ્રાટ | મહાપા રાજા હોવા છતાં સાત્વિક પ્રકૃતિ
ધરાવતા હતા. સત્તા મેળવીને પણ તેઓ | અહંકારથી અલગ રહ્યા હતા. રાજકીય વૈભવ
અને રાણીઓના સંયોગમાં રહેવા છતાં તેઓ
વાસનાસિક્ત નહોતા. યોગ્ય સમયે રાજાએ પુત્રને રાજ્ય સોંપ્યું. અને પોતે જગનંદ મુનિ પાસે ષટ્કાયિક જીવોના રક્ષક બની ગયા. વિવિધ આસનોમાં ધ્યાન અને સ્વાધ્યાયમાં ઓતપ્રોત થઈ ગયા. મૈત્રી, કરુણા, પ્રમોદ વગેરે ભાવનાઓથી તેમણે પોતાને ભાવિત કરી લીધા. આ સઘળી ઉપાસનાઓ દ્વારા મહાન કર્મનિર્જરા કરીને તીર્થંકર ગોત્રનો બંધ કર્યો.
અંતે અનશન કરીને તેમણે આરાધક પદ પામીને વૈજયંત વિમાનમાં અહમિન્દ્ર પદ પ્રાપ્ત કર્યું. જન્મ
તેત્રીસ સાગરોપમ દેવત્વને ભોગવીને ભગવાનનો જીવ કાલિંદી નરેશ સુગ્રીવની મહારાણી રામાદેવીની કૂખે અવતરિત થયો.
મહારાણી રામાદેવીએ ચૌદ સ્વપ્નો નિહાળ્યાં. સ્વપ્નશાસ્ત્રીઓએ તીર્થંકર પૈદા થશે એવી ઘોષણા કરી. સમગ્ર રાજ્યમાં ઉત્સાહનું વાતાવરણ પ્રસરી ગયું. ક્યારે તીર્થંકર દેવનો જન્મ થાય તે જાણવા માટે સૌ ઉત્સુક બન્યાં.
ગર્ભકાળ સમાપ્ત થતાં કારતક વદ પાંચમની રાત્રે પીડારહિત પ્રસવ થયો. ભગવાનના જન્મકાળથી સમગ્ર વિશ્વ આનંદમય થઈ ઊઠ્યું. રાજા સુગ્રીવ પુત્રપ્રાપ્તિથી અત્યધિક હર્ષવિભોર હતા. આજે તેઓ પોતાને સૌથી અધિક સુખી, સૌથી અધિક સમૃદ્ધ, સૌથી અધિક ભાગ્યશાળી માનતા હતા.
તીર્થકરચરિત્ર [ ૮૨