________________
ઉત્તમ છે. એક વખત રાજકુમાર કપિલ આવ્યો. તેને પણ ભગવાન પાસે દીક્ષા માટે મોકલ્યો. પરંતુ તેનું મન ત્યાં લાગ્યું નહિ. ફરીથી મરીચિ પાસે આવીને તેણે કહ્યું, હું તો આપનો જ શિષ્ય બનીશ.
આખરે મરીચિએ તેનો પોતાનો શિષ્ય બનાવી દીધો. મરીચિ સદૈવ ભગવાનના મતને સર્વશ્રેષ્ઠ માનતા હતા. તેઓ પોતાની ચર્યાને દુર્બળ સમજતા હતા. પરંતુ પોતાના શિષ્ય કપિલના વ્યામોહમાં એમ કહેવાનું શરૂ હ્યું કે, “ભગવાનના માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” આ રીતે મરીચિએ ત્રિદંડી સંન્યાસીના રૂપે જીવન વિતાવ્યું. ચોથો ભવ-સ્વર્ગ
બ્રહ્મ (પાંચમા) દેવલોકમાં દશ સાગરોપમની સ્થિતિવાળા દેવ બન્યા. પાંચમો ભવ- મનુષ્ય
બ્રહ્મદેવલોકનું આયુષ્ય સંપન્ન કરીને મહાવીરના જીવે કોલ્લાક સંનિવેષમાં કૌશિક નામના બ્રાહ્મણરૂપે મનુષ્યજીવન પ્રાપ્ત કર્યું. જીવનના સંધ્યાકાળમાં તે ત્રિદંડી તાપસ બન્યો. તેનું આયુષ્ય એંશી લાખ પૂર્વનું હતું. આ ભવ પછી અનેક નાના ભવ કર્યા જે સત્યાવીશ ભવોની ગણતરીમાં લેવામાં આવ્યા નથી. છઠ્ઠો ભવ-મનુષ્ય
થના નગરીમાં પુષ્યમિત્ર નામનો બ્રાહ્મણ હતો. આયુષ્ય બોંતેર લાખ પૂર્વનું હતું. કેટલોક સમય ગૃહસ્થ આશ્રમમાં રહીને પરિવ્રાજક બન્યો. સાતમો ભવ-સ્વર્ગ
સૌધર્મ (પ્રથમ) દેવલોકમાં દેવ બન્યા. આઠમો ભવ- મનુષ્ય
દેવાયુ ભોગવીને નયસારનો જીવ ચૈત્ય સંનિવેષમાં અગ્નિહોત્ર બ્રાહ્મણ બન્યો. અગ્નિહોત્ર અંતે પરિવ્રાજક બન્યો. તેનું સર્વા, ચોસઠ લાખ પૂર્વ હતું. નવમો ભવ-સ્વર્ગ
ઈશાન (બીજ) દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ બન્યો. દશમો ભવ- મનુષ્ય
| નયસારનો જીવ મંદિર સંનિવેષમાં અગ્નિભૂતિ બ્રાહ્મણ બન્યો. આખરે તેણે પરિવ્રાજક દીક્ષા સ્વીકારી. તેનું આયુષ્ય છપ્પનલાખ પૂર્વ હતું.
ભગવાન શ્રી મહાવીર ૧૮૧