________________
કાલોદાયી વગેરે અન્યતીર્થંકોના પ્રશ્નોનું યુક્તિપૂર્વક સમાધાન કર્યું. ભગવાને મદુકના તત્ત્વજ્ઞાનની પ્રશંસા કરી. પ્રભુએ રાજગૃહમાં વર્ષાવાસ કર્યો. સર્વજ્ઞતાનું બાવીસમું વર્ષ
આર્યજનપદમાં પરિવ્રજન કરી રહેલા ભગવાને નાલંદામાં પાવસ પ્રવાસ કર્યો. અન્યતીર્થિક કાલોદાયી, શૈલોદાયી વગેરેએ ભગવાન સાથે વિવિધ ચર્ચા કર્યા પછી મુનિ દીક્ષા સ્વીકારી. ગૌતમ સ્વામી સાથે ચર્ચા કર્યા પછી પાર્શ્વ પરંપરાના મુનિ ઉદક મહાવીરના ધર્મશાસનમાં જોડાઈ ગયા. સર્વજ્ઞતાનું ત્રેવીસમું વર્ષ
- નાલંદાથી વિહાર કરીને પ્રભુ વાણિજ્ય ગ્રામ પધાર્યા. ત્યાં પ્રભુના પ્રવચનથી પ્રભાવિત થઈને સુદર્શન શ્રેષ્ઠીએ સંયમ સ્વીકાર્યો. મુનિ સુદર્શને બાર વર્ષ ચારિત્રપર્યાય પાળીને નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ વર્ષે ભગવાને વૈશાલી નગરમાં ચાતુર્માસ વિતાવ્યો. સર્વજ્ઞતાનું ચોવીસમું વર્ષ
વૈશાલીથી વિહાર કરીને ભગવાન કૌશલ દેશની પ્રસિદ્ધ નગરી સાકેતમાં પધાર્યા. ત્યાં રાજ કિરાતે ભગવાનનાં દર્શન કર્યા. તેમની દેશના સાંભળી અને વિરક્ત થઈને તે સાધુ બની ગયો. ત્યાંથી મથુરા, શૌર્યપુર, નિંદીપુર નગરોને પોતાની ચરણરજ વડે પાવન કરતા કરતા મિથિલા નગરી પધાર્યા અને ત્યાં જ ચાતુર્માસ સંપન્ન કર્યો. સર્વજ્ઞતાનું પચ્ચીસમું વર્ષ
- મિથિલાથી ભગવાન રાજગૃહ પધાર્યા. ત્યાં પાવસ પ્રવાસ કર્યો. ગણધર પ્રભાસે એક માસના અનશનમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. સર્વજ્ઞતાનું છવ્વીસમું વર્ષ
આ વર્ષનો ચાતુર્માસ નાલંદામાં કર્યો. આ જ વર્ષે ગણધર અચલભ્રાતા તથા મેતાર્યએ સંથારો કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. સર્વજ્ઞતાનું સત્યાવીસમું વર્ષ
આ વર્ષનો ચાતુર્માસ મિથિલામાં થયો. સર્વજ્ઞતાનું અઠ્યાવીસમું વર્ષ
આ વર્ષનો ચાતુર્માસ પણ મિથિલામાં થયો. સર્વજ્ઞતાનું ઓગણત્રીસમું વર્ષ
મિથિલાથી વિહાર કરીને ભગવાન રાજગૃહ પધાર્યા. ત્યાં જ
ભગવાન શ્રી મહાવીર | ૨૨૯