________________
ચાતુર્માસની સ્થાપના કરી. આ વર્ષે અગ્નિભૂતિ અને વાયુભૂતિ ગણધરે અનશનપૂર્વક નિર્વાણ પ્રાપ્ત કર્યું. સર્વજ્ઞતાનું ત્રીસમું તથા અંતિમ વર્ષ
ચાતુર્માસની સમાપ્તિ પછી પણ ભગવાન થોડોક સમય રાજગૃહમાં બિરાજ્યા. એ જ સમયે તેમના ગણધર અવ્યક્ત, મંડિત, મૌર્યપુત્ર તથા અકંપિતે એક-એક માસના અનશનમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું.
ભગવાન મહાવીરનો પાવામાં અંતિમ વર્ષાવાસ હતો, ત્યાં રાજ હસ્તિપાલની રજુક સભામાં ચાતુર્માસ માટે પધાર્યા. અનેક ભવ્ય જીવો ઉબોધિત થયા. રાજા પુણ્યપાલે ભગવાન પાસે સંયમનો સ્વીકાર કર્યો. અંતિમ પ્રવચન
ભગવાન કેવલપર્યાયમાં ઓગણત્રીસ વર્ષ, છ મહિના, પંદર દિવસ સુધી સમગ્ર ભૂમંડલમાં વિચરતા રહ્યા. લાખો લોકોને ભગવાન પાસેથી માર્ગદર્શન મળ્યું, જીવનદર્શન મળ્યું. સમસ્ત આર્યજનપદમાં તેમણે એક હલચલ ઊભી કરી. અન્ય દર્શનો ઉપર પણ તેમના દ્વારા નિરૂપિત તત્ત્વની છાપ પડી, તેથી જ તો પશુબલિ તથા દાસપ્રથા ધીરે ધીરે તૂટવા લાગી. કોઈએ પ્રેમના નામે, કોઈએ કરુણાના નામે, કોઈએ દયાના નામે પોતપોતાના ઘર્મમાં અહિંસાને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું. ખરેખર મહાવીરનું જીવન આલોકપુંજ હતું. તેમના આલોકમાં અનેક પ્રાણીઓએ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
તેમણે પોતાનો અંતિમ વર્ષાવાસ લિચ્છવી તથા મલ્લિ ગણરાજ્યોના પ્રમુખોની વિશેષ વિનંતીથી પાવામાં વિતાવ્યો. શ્રદ્ધાળુઓને ખબર હતી કે ભગવાનનો આ અંતિમ વર્ષાવાસ છે તેથી દર્શન, સેવા તથા પ્રવચનનો લાભ દૂર દૂર રહેતા લોકોએ પણ ઊઠાવ્યો.
આસો વદ તેરસની રાત્રે ભગવાને અંતિમ અનશન કરી લીધું. સેવામાં સમાગત અનેક શ્રદ્ધાળુઓ તથા ચતુર્વિધ સંઘને અનેક શીખામણો આપી. અંતિમ દિવસ-આસો વદ અમાવાસ્યાની સંધ્યાએ પ્રભુએ પોતાના મુખ્ય શિષ્ય ઈદ્રભૂતિ ગૌતમને વેદ-વિદ્વાન દેવશર્માને સમજાવવા માટે તેમના ઘેર મોકલ્યો. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞાથી ત્યાં ચાલ્યા ગયા તથા તેમની સાથે તાત્વિક ચર્ચા કરી.
આસો વદ અમાવાસ્યાના દિવસે અંતિમ સમવસરણ રચાયું. તેમાં અનેક રાજાઓ તથા વિશાળ જનમેદની અંતિમ દેશના સાંભળવા ઉપસ્થિત થયાં હતાં. ભગવાને પ્રવચન શરૂ કર્યું. ભગવાનને છઠ્ઠનું તપ હતું. તેમણે પંચાવન અધ્યયન પુણ્યફલ વિપાક અને પંચાવન અધ્યયન પાપફલ વિપાક
તીર્થકરચરિત્ર | ૨૩૦