________________
સંબંધી જણાવ્યા. વચ્ચે વચ્ચે અનેક પ્રકારના પ્રશ્નોત્તર ચાલતા રહ્યા. ત્યારબાદ છત્રીસ અધ્યયન કહ્યા જે આજે ઉત્તરાધ્યયન તરીકે પ્રસિદ્ધ છે. ભગવાને સોળ પ્રહર સુધી દેશના આપી. તે દરમ્યાન પ્રશ્નોત્ત૨ અને ચર્ચા ચાલતાં રહ્યાં.
ઈંદ્ર દ્વારા આયુષ્યવૃદ્ધિની પ્રાર્થના
ભગવાનના મોક્ષગમનનો સમય અત્યંત નિકટ હતો. દેવો તથા માણસોની ભારે ભીડ હતી. શક્રએ વંદના કરીને પૂછ્યું, ‘ભંતે ! આપના જન્મકાળમાં જે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હતું તેની ઉપર અત્યારે ભસ્મગ્રહ સંક્રાત થનાર છે. જે જન્મનક્ષત્ર પર બે હજાર વર્ષ સુધી સંક્રાત રહેશે. આપ આપનો આયુષ્યકાળ થોડોક વધારી દો તો તે પ્રભાવી બની શકશે નહીં.
ભગવાને કહ્યું, ઈંદ્ર ! આયુષ્યને ઘટાડવા-વધારવાની શક્તિ કોઈનામાં હોતી નથી. જ્યારે જે બનવાનું હોય છે તે બને જ છે. ગ્રહ તો માત્ર તેના સૂચક હોય છે.' આમ પ્રભુએ ઈંદ્રની શંકાનું સમાધાન કર્યું.
નિર્વાણ
છત્રીસ અધ્યયનોની પ્રરૂપણ કર્યા પછી ભગવાને સાડત્રીસમા પ્રધાન નામના અધ્યયનની શરૂઆત કરી. તેની દેશના આપતાં આપતાં પ્રભુ વચ્ચે જ પર્યંકાસનમાં સ્થિર થઈ ગયા. અર્ધરાત્રિના સમયે બાદરકાયયોગમાં સ્થિત રહીને બાદર મનોયોગ અને બાદર વચન યોગનો નિરોધ કર્યો, ત્યારબાદ સૂક્ષ્મકાયયોગમાં સ્થિત રહીને બાદ૨કાયયોગ તથા આનાપાનનો નિરોધ કર્યો અને ત્યારબાદ સૂક્ષ્મમન તથા સૂક્ષ્મવચન યોગને રોક્યા. શુક્લધ્યાનના ત્રીજા ચરણમાં સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતીને પામીને સૂક્ષ્મકાયયોગનો નિરોધ કર્યો. સંમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ નામના ચોથા ચરણમાં પહોંચીને અ ઇ ઉ ૠ લૂવગેરે હ્રસ્વાક્ષર ઉચ્ચારણો જેટલા સમય સુધી શૈલેષી અવસ્થાને પ્રાપ્ત કરી. ચાર અઘાતિ કર્મ વેદનીય, નામ, ગોત્ર તથા આયુષ્યનો ક્ષય કર્યો. સાથેસાથે સિદ્ધ, બુદ્ધ, મુક્ત બન્યા અને પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું.
.
પાછળથી પ્રભુનું એ શરીર નિઃસ્પંદ થઈને ચેતનહીન બની ગયું. ઉપસ્થિત શિષ્યસમુદાયે ભગવાનના વિરહને ગંભીર વાતાવરણમાં કાયોત્સર્ગ કરીને માધ્યસ્થ ભાવથી સહન કરવાનો પ્રયત્ન કર્યો. ચારે તરફ ભગવાનના નિર્વાણની વાત પહોંચી ગઈ. લોકો પોતપોતાના ઘેરથી નીકળીને આવવા લાગ્યા, પરંતુ અમાવાસ્યાની રાત્રિમાં લોકોને અંધારી ગલીઓ પસાર કરવામાં મુશ્કેલી પડતી હતી. એમ કહેવાય છે કે દેવોએ પ્રત્યેક વળાંક ઉપ૨ રત્નો વડે પ્રકાશ પાથર્યો હતો. પ્રભુના નિર્વાણસ્થળ ઉપર રત્નોનો ઝગમગાટ જામી ગયો. ચારે તરફ પ્રકાશ જ પ્રકાશ પથરાઈ ગયો.
ભગવાન શ્રી મહાવીર T ૨૩૧