________________
નિર્વાણ
ઘણાં વર્ષો સુધી કેવલી પર્યાય (અવસ્થા)માં ભગવાન સુવિધિનાથ આર્યજનપદમાં વિચરતા રહ્યા. અંતે એક હાર કેવલી સંતો સાથે સન્મેદશિખર પર આરૂઢ થયા, અનશન કર્યું. તથા શ્રાવણ વદ નોમના દિવસે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. તીર્થવિચ્છેદ
ભગવાન ઋષભથી માંડીને સુવિધિનાથ પ્રભુ સુધી જૈન કાળગણના અનુસાર ઘણો સમય વીતી ચૂક્યો હતો. છતાં ક્યારેય તીર્થ પ્રવચન વિચ્છેદ થયો નહોતો. સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓ તથા પ્રવચનનો અભાવ થયો નહોતો. જો કે ખાસ ઉમેરો થતો નહોતો, છતાં સર્વથા અભાવ ક્યારેય નહોતો થયો. કાળનો દોષ કહો કે નિયતિનું ચક્ર સમજે, ભગવાન સુવિધિના નિર્વાણના થોડાક જ સમય પછી તીર્થ વિચ્છેદ થઈ ગયો. ઇતર લોકોનો પ્રભાવ એટલો બધો વધ્યો કે મૂળ તત્ત્વ પ્રત્યેની આસ્થા ખતમ થઈ ગઈ. આ ક્રમ સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથની પૂર્વ સુધી રહ્યો. જ્યારે જ્યારે તીર્થકર થતા, તીર્થ ચાલતું, ત્યારે ત્યારે તેમના નિર્વાણ પછી ક્રમશઃ ક્ષીણ થઈને વિચ્છેદ થઈ જતો.
આ અવસર્પિણીમાં થનારાં દશ આશ્ચર્યો પૈકી તેને પણ એક આશ્ચર્ય માનવામાં આવે છે. પ્રભુનો પરિવાર૦ગણધર
- ૮૮ ૦ કેવળજ્ઞાની
- ૭૫૦૦ ૦ મન:પર્યવજ્ઞાની
- ૭૫૦૦ ૦ અવધિજ્ઞાની
- ૮૪૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી
- ૧૩,૦૦૦ ૦ ચતુર્દશ પૂર્વી
- ૧૫૦૦ ૦ચર્ચાવાદી
- દ000 ૦ સાધુ
- ૨,૦૦,૦૦૦ ૦ સાધ્વી
- ૧,૨૦,૦૦૦ ૦શ્રાવક
- ૨,૨૯,૦૦૦ ૦શ્રાવિકા
- ૪,૭૧,૦૦૦
તીર્થકરચરિત્ર [ ૮૪