________________
ભગવાન શ્રી વિમલનાથ
તીર્થકર ગોત્રનો બંધ | સર્વજ્ઞતા પ્રાપ્તિ માટે દીર્ધકાળના પ્રયત્નોની આવશ્યકતા હોય છે. માત્ર એક ભવનો પ્રયત્ન પર્યાપ્ત નથી, અનેક ભવોના પ્રિયત્નો દ્વારા જ આત્માની ઉજ્જવળતા શક્ય બને
|છે. પ્રત્યેક તીર્થંકરે પોતાના પૂર્વજન્મોમાં વિવિધ ---
રીતે સાધના કરી હતી.
ભગવાન વિમલનાથે પણ પોતાના પૂર્વજન્મમાં, ઘાતકી ખંડની પૂર્વ વિદેહમાં ભારત વિજયની મહાપુરી નગરીનાના નરેશ પદ્મસેનના રૂપમાં ઘણી કીર્તિ મેળવી હતી. આચાર્ય સર્વગુપ્ત પાસે દીક્ષા લઈને ઉત્કૃષ્ટ સાધનામાં તેઓ સંલગ્ન બન્યા. તેમણે વીસ સ્થાનોનું ખાસ આસેવન કર્યું. ધર્મધ્યાન તેમજ શુક્લધ્યાન વડે મહાન કર્મનિર્જરા કરીને તેમણે તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અનશન અને આરાધનાપૂર્વક શરીર ત્યાગીને તેઓ આઠમા દેવલોકના મહર્થિક વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. જન્મ
આઠમા સ્વર્ગમાં પૂર્ણ દેવાયુ ભોગવીને તેઓ ભરતક્ષેત્રની કંપિલપુર નગરીના રાજા કૃતવર્માને ત્યાં પધાર્યા. મહારાણી શ્યામાની પવિત્ર ભૂખે તેમનો જન્મ થયો. માતાએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યાં. સ્વપ્નોના આધારે સ્વપ્નશાસ્ત્રીઓએ તીર્થંકર મહાપુરુષના જન્મ અંગેની જાહેરાત કરી. સમગ્ર શહેરમાં હર્ષની લહેર પ્રસરી ગઈ. સર્વત્ર ચૌદ મહાસ્વપ્ન તથા તેમનાં ફળની વાત ચાલતી હતી.
ગર્ભકાળ સમાપ્ત થતાં મહા સુદ ત્રીજની રાત્રે પ્રભુનો જન્મ થયો. સ્વર્ગમાં તત્કાળ દિવ્ય ઘંટારવ થયો, ઘંટારવ થતાં જ દેવોને પ્રભુના જન્મની પણ થઈ. ચોસઠ ઈદ્રો સહિત મોટી સંખ્યામાં દેવો જન્મોત્સવ ઉજવવા માટે આવી પહોંચ્યા. ઉત્સવ પછી રાજા કૃતવર્માએ પરમ ઉત્સાહપૂર્વક જન્મોત્સવ
ભગવાન શ્રી વિમલનાથ 11 ૯૯