________________
ઉજવ્યો. સમગ્ર નગરમાં વધામણી વહેંચવામાં આવી. બહારથી જે કોઈ વ્યક્તિ આવે તેને રાજ્યની ભોજનશાળામાં ભોજન કરાવવામાં આવતું. નામકરણ સમારોહમાં નગરના પ્રતિષ્ઠિત નાગરિકો સામેલ થયા. મહાર[ણી પરમ તેજસ્વી બાળકને ગોદમાં લઈને આયોજન સ્થળે ઉપસ્થિત થઈ. પુત્રને જોઈને સૌ ચકિત થઈ ગયા.
નામની પરિચર્ચામાં સમ્રાટ કૃતવર્માએ કહ્યું, ‘બાળકનું શરીર વિમલ (ઉજ્જવળ) છે. એ જ રીતે ગર્ભકાળ દરમ્યાન મહારાણીના વિચાર અત્યંત વિમલ (પવિત્ર) રહેતા હતા. તેથી તેનું નામ વિમલકુમાર રાખવું જોઈએ.' ઉપસ્થિત સૌકોઈએ બાળકને તત્કાળ ગુણનિષ્પન્ન નામ ‘વિમલકુમાર’ આપ્યું.
વિવાહ અને રાજ્ય
બાલક્રિડા કરતાં કરતાં બાળક વિમલનું શરીર ઘીમે ઘીમે વિકસવા લાગ્યું. તેમણે શૈશવ તેમજ કિશોરાવસ્થા પસાર કરીને યૌવનમાં પ્રવેશ કર્યો. ભગવાનનું સમુજ્વલ શરીર અત્યધિક આકર્ષક થતું ગયું. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં આબાલવૃદ્ધ લોકો તેમને અનિમેષ નિહાળ્યા કરતા, સૌ નિર્નિમેષ બની જતા.
રાજા કૃતવર્માએ પુત્રને તમામ પ્રકારે સમર્થ સમજીને સુયોગ્ય રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન કર્યાં. તેઓ ઈંદ્રની જેમ ભૌતિક સુખોને ભોગવતા રહ્યા. સમ્રાટ કૃતવર્મા પોતાની આધ્યાત્મિક પ્રવૃત્તિને વેગીલી બનાવવાના હેતુથી પુત્ર વિમલકુમારને આગ્રહપૂર્વક રાજ્ય સોંપીને સાધુ બની
ગયા.
વિમલકુમાર હવે રાજા બનીને કુશળતાપૂર્વક રાજ્યનું સંચાલન કરવા લાગ્યા. તેમના પુણ્યપ્રતાપે રાજ્યમાં ન તો અતિવૃષ્ટિ હતી કે ન અનાવૃષ્ટિ, અને ન તો મહામારીરૂપે કોઈ ભયંકર રોગનો આતંક પ્રસર્યો હતો. બાળકો અને યુવાનોના મૃત્યુની તો લોકો વાર્તાઓ સાંભળતા હતા. તેમનું રાજ્ય અત્યંત નિરાપદ હતું.
દીક્ષા
ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં સમ્રાટ વિમલ પોતાના ઉત્તરાધિકારીને રાજ્યનો ભાર સોંપીને વર્ષીદાન દેવા પ્રવૃત્ત બન્યા. વિમલપ્રભુની દીક્ષાની વાત સાંભળીને અનેક ભવ્યાત્માઓનાં દિલ પીગળી ઊઠ્યા. તેઓ પણ પ્રભુની સાથે દીક્ષિત થવાની તૈયારી કરવા લાગ્યા.
નિશ્ચિત તિથિ મહાસુદ ચોથના દિવસે વિશાળ શોભાયાત્રા સહિત પ્રભુ સહસ્રામ્ર વનમાં પહોંચ્યા. પંચમુષ્ટિ લોચ કર્યો. તથા એક હજાર મુમુક્ષુ
તીર્થંકરચરિત્ર - ૧૦૦