________________
વ્યક્તિઓ સહિત સામાયિક ચારિત્ર્યગ્રહણ કર્યું. તે દિવસે પ્રભુને છઠ્ઠનું તપ હતું.
બીજા દિવસે ધાન્યકટ નગરના રાજા જયને ત્યાં તેમણે પરમાન (ખી૨) વડે પારણું કર્યું.
બે વર્ષ સુધી તેઓ છદ્મસ્થકાળમાં સાધના કરતા રહ્યા. વિવિધ તપ અને વિવિધ અભિગ્રહો સાથે ધ્યાન વડે કર્મોની મહાન નિર્જરા કરતાં કરતાં તેઓ પુનઃ દીક્ષાસ્થળે પધાર્યા. શુક્લધ્યાનારૂઢ થઈને તેમણે પોષ સુદ છઠ્ઠના દિવસે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી.
જન્મભૂમિના લોકોની ભારે ભીડ પ્રભુનાં દર્શન માટે ઊમટી પડી. પ્રથમ પ્રવચનમાં જ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપે તીર્થની સ્થાપના થઈ. અપૂર્વ પ્રભાવ
ભગવાન વિમલનાથના શાસનકાળ દરમ્યાન મે૨ક પ્રતિવાસુદેવ અને સ્વયંભૂ વાસુદેવ તથા ભદ્ર બલદેવ જેવા જનનાયક થયા હતા. તેઓ સૌ ભગવાન વિમલનાથના સમવસરણમાં આવ્યા કરતા હતા.
તેમની ઉપર ભગવાનનો અપૂર્વ પ્રભાવ હતો. બલદેવભદ્ર વાસુદેવ સ્વયંભૂના મૃત્યુ પછી પ્રભુનાં ચરણોમાં દીક્ષિત થયા.
નિર્વાણ
ભવ-વિપાકી કર્મોની પરિસમાપ્તિ નજીક સમજીને તેટલા જ સમયની કર્મપ્રકૃતિવાળા છ હજાર સાધુઓ સહિત ભગવાને સમ્મેદશિખર ૫૨ આજીવન અનશન ગ્રહણ કર્યું. એક માસના અનશનમાં ભવ-વિપાકી કર્મોનો ક્ષય થતાં તેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. ચોસઠ ઈંદ્રોએ મળીને તેમનો નિર્વાણોત્સવ ઉજવ્યો.
પ્રભુનો પરિવાર
૦ ગણધર
૦ કેવલજ્ઞાની
૦ મન:પર્યવજ્ઞાની
૦ અવધિજ્ઞાની
૦ વૈક્રિય લબ્ધિધારી
૦ ચતુર્દશ પૂર્વી ૦ચર્ચાવાદી
- ૫૭
- ૫૫૦૦
- ૫૫૦૦
-૪૮૦૦
000-2 -
- ૧૧૦૦
- ૩૨૦૦
ભગવાન શ્રી વિમલનાથ T ૧૦૧