________________
દરેકનું અલગ-અલગ કાર્ય હતું. ભારતીય ગ્રંથોમાં ઉપલબ્ધ ચાર વર્ણોમાંથી ત્રણ વર્ણોની ઉત્પત્તિ ભગવાન ઋષભના સમયમાં જ થઈ ચૂકી હતી. સુરક્ષાની જવાબદારી સંભાળનારો વર્ગ ક્ષત્રિય કહેવાતો હતો. કૃષિ તથા મસિ કર્મ કરનારા લોકો વૈશ્ય કહેવાતા હતા. ઉત્પાદન તથા વિનિમયની યોગ્ય વ્યવસ્થા તેમના માથે હતી. લોકોના દૈનિક જીવનની જરૂરિયાતો આ બંને વર્ગ દ્વારા જ પૂર્ણ થતી હતી. આ બંને વર્ગોને વૈશ્ય તરીકે ઓળખવામાં આવતા. કૃષિ અને મસિ કર્મ સિવાય અન્ય કાર્ય કરનાર લોકો શૂદ્ર કહેવાતા. તેમના માથે સેવા અને સફાઈની કામગીરી હતી.
બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ સમ્રાટ ભરતના શાસનકાળમાં થઈ. સમ્રાટ ભરતે ધર્મના સતત જાગરણ માટે કેટલીક બુદ્ધિજીવી વ્યક્તિઓને પસંદ કરી કે જે વક્તૃત્વ કલામાં નિપુણ હતી. બ્રહ્મચારી રહીને અવારનવાર રાજ્યસભામાં તેમજ અન્ય સ્થળોએ પ્રવચનો આપવાં, લોકોને ધાર્મિક પ્રેરણા આપવી તે તેમનું કામ હતું. સમ્રાટ ભરતે તેમને આજીવિકાની ચિંતાથી મુક્ત કરી દીધા. તેમને મહેલોમાંથી ભોજન મળ્યા કરતું હતું. ગામડાંઓમાં લોકો તેમને પોતાના ઘેર ભોજન કરાવતા હતા અથવા તેમને ભોજનની સામગ્રી આપતા હતા. બ્રહ્મચર્યનું પાલન કરવાથી અથવા બ્રહ્મ (આત્મા)ની ચર્યામાં લીન રહેવાને કારણે તેમને બ્રાહ્મણ કહેવામાં આવતા હતા. તેમની સંખ્યા સીમિત હતી અને ભરત દ્વારા જ નિર્ધારિત હતી.
ત્રણ રેખાઓ (જનેઊ)
ચાલુ વ્યવસ્થાનો કોઈ ગેરલાભ ન લઈ લે તેથી ભરત સમુચિત પરીક્ષણ પછી બ્રાહ્મણોની છાતી ઉપર પોતાના કાંગણી રત્ન વડે ત્રણ રેખાઓ દોરતા હતા. આ રેખાઓ તેમની ઓળખ હતી. લોકો તે જોઈને જ નિયંત્રણ વગેરે પાઠવતા હતા. ભરત પછી જ્યારે આદિત્ય જશ રાજા બન્યા ત્યારે તેમણે પ્રત્યેક બ્રાહ્મણની ઓળખ માટે વિશિષ્ટ પ્રકારનું બનેલું સ્વર્ણસૂત્ર આપવાનું શરૂ કર્યું. આગળ જતાં એ જ દોરાની જનોઈ બની ગઈ હતી. પ્રારંભમાં તે લોકો બ્રહ્મચારી હતા. સાધુ અને ગૃહસ્થ વચ્ચેની ભૂમિકા તેઓ નિભાવતા હતા. આ ક્રમ લાંબા સમય સુધી ચાલ્યો.
આમ ચારે વર્ગ (વર્ણ)ની ઉત્પત્તિ ઋષભ અને સમ્રાટ ભરતના સમયમાં થઈ ગઈ હતી, પરંતુ હીનતા અને ઉચ્ચતાની ભાવના બિલકુલ નહોતી. સૌ પોતપોતાના કાર્યથી સંતુષ્ટ હતા. વર્ણના નામે હીન-ઉચ્ચ અથવા સ્પૃશ્ય-અસ્પૃશ્ય વગેરે ભાવ નહોતા. આ તમામ પછીના વિકાર છે. અંગત સ્વાર્થો વડે માનવસમાજ પર લાદેલી કુત્સિત અહંકારની ભાવનાઓ છે. વિવાહ
ઋષભે કામ-ભાવના ઉપર નિયંત્રણ રાખવાની દૃષ્ટિએ લગ્નની
તીર્થંકરચરિત્ર - I ૨૮