________________
ત્યાં વિદ્યાધર સૂર રાજા હતા. તેમને વિદ્યુન્મતી રાણી હતી. ઘનકુમારનો જીવ સૌધર્મ દેવલોકમાંથી ચ્યવન પામીને વિદ્યુમ્નતીના ગર્ભમાં આવ્યો. ગર્ભકાળ સમાપ્ત થતાં પુત્રનો જન્મ થયો. તેનું નામ ચિત્રગતિ પાડવામાં આવ્યું.
વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નગરમાં અનંતસિંહ રાજા હતો. તેની રાણી શશિપ્રભા હતી. ધનવતીનો જીવ તેની પુત્રી રવતીના રૂપે જન્મ્યો. કાલાંતરે તેનો વિવાહ ચિત્રગતિ સાથે થયો. અંતે ચિત્રગતિએ પોતાના પુત્ર પુરંદરને રાજા બનાવીને પોતાની પત્ની રત્નપતી, અનુજ મનોગતિ તથા ચપલગતિ સહિત મુનિ દમધર પાસે દીક્ષા લીધી. લાંબા સમય સુધી ધ્યાન-સાધના કરીને મુનિ ચિત્રગતિ ચોથા માટેન્દ્ર દેવલોકમાં મહર્થિક દેવ બન્યા. તેમના બંને ભાઈ તથા પત્ની રત્નાવતી પણ એ જ દેવલોકમાં દેવ બન્યાં. પાંચમો અને છઠ્ઠો ભવ
પૂર્વ મહાવિદેહના પદ્મવિજયના સિંહપુર નગરનો રાજા હરિનંદી હતો. તેની રાણી પ્રિયદર્શના હતી. ચિત્રગતિનો જીવ દેવાયુ ભોગવીને પ્રિયદર્શનાના પુત્ર તરીકે જન્મ્યો. તેનું નામ રાખ્યું અપરાજિત.
જનાનંદપુરના રાજા જિતશત્રુ હતા. તેમની રાણી ઘારિણી હતી. રત્નપતીનો જીવ ધારિણીની પુત્રીરૂપે જન્મ્યો. તેનું નામ પ્રીતિમતી રાખવામાં આવ્યું. મહારાજ જિતશત્રુએ પુત્રી યુવાન થતાં સ્વયંવર પદ્ધતિથી તેનો વિવાહ કરવાનો નિશ્ચય કર્યો. દૂરદૂરના રાજા-મહારાજાઓ, રાજકુમારોને આમંત્રિત કરવામાં આવ્યા. સ્વયંવર મંડપમાં રાજકુમાર અપરાજિત પણ ગયો. પ્રીતિમતીએ તેના ગળામાં વરમાળા પહેરાવી. થોડાક દિવસ શ્વસુરગૃહે રહીને તે પોતાની પત્ની સાથે સિંહપુર આવી ગયો. માતાપિતા અત્યંત પ્રસન્ન
થયાં.
મનોગતિ તથા ચપલગતિના જીવ પણ માહેન્દ્ર દેવલોકથી અવન પામીને અપરાજિતના સૂર અને સોમ નામથી અનુજ બન્યા. અપરાજિતે રાજા બન્યા પછી કુશળતાપૂર્વક રાજ્યનું સંચાલન કર્યું. પોતાના પુત્ર પદ્મનાભને રાજ્ય સોંપીને પોતાની પત્ની તથા બંધુય સહિત દીક્ષા લીધી. અંતે સમાધિ મૃત્યુ પ્રાપ્ત કરીને તે ચારેય અગિયારમા આરણ દેવલોકમાં દેવ બન્યાં. સાતમો અને આઠમો ભવ
ભરતક્ષેત્રના હસ્તિનાપુરમાં શ્રીષેણ રાજા રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ શ્રીમતી હતું. અપરાજિતનો જીવ ચ્યવન પામીને રાણીના ઉદરમાં આવ્યો. તેનું નામ શંખ રાખ્યું. એક તરફ પ્રીતિમતીનો જીવ અંગ દેશની ચંપા નગરીના રાજા જિતારિના રાજમહેલમાં પુત્રી રૂપે જન્મ્યો. તેનું
તીર્થકરચરિત્ર [ ૧૪૨