________________
નામ યશોમતી પાડ્યું. પૂર્વજન્મના બંધુ સૂર અને સોમ પણ યશોધર તથા ગુણધર નામે શ્રીષેણના પુત્ર બન્યા.
એક વખત સીમાડાના લોકોએ આવીને કહ્યું કે, “મહારાજ ! અમે લુંટાઈ ગયા. પલ્લિપતિ સમરકેતુને શત્રુઓની મદદ છે. તે અમને સૌને લૂંટી રહ્યો છે, મારી રહ્યો છે. જો તત્કાળ ધ્યાન આપવામાં નહિ આવે તો રાજ્ય સર્વનાશ પામશે.” આ સાંભળીને રાજા ક્રોધિત થઈ ઊઠ્યા. તરત સેનાને આદેશ આપ્યો અને પોતે પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. રાજકુમાર શંખને જ્યારે ખબર પડી ત્યારે આગ્રહપૂર્વક પિતાને બદલે પોતે ચાલી નીકળ્યા. સીમાઓ ઉપર ભયંકર યુદ્ધ ચાલ્યું. સમરકેતુના અનેક સાથી માર્યા ગયા. કેટલાક જીવ બચાવીને ભાગી છૂટ્યા. સમરકેતુ સ્વયં રાજકુમાર શંખના સૈનિકો વડે ઘેરાઈ ગયો હતો. શસ્ત્રબળ સમાપ્ત થતાં તેણે સમર્પણ કરવું પડ્યું. લૂંટેલો માલ પણ બધો જ એના હાથમાં આવી ગયો. રાજકુમાર શંખે તે સંપત્તિ સીમાડાના લોકોને પુનઃ પરત આપી દીધી.
પલિપતિ સમરકેતુને પકડીને વિજય રાજકુમાર પાછા હસ્તિનાપુર આવી રહ્યા હતા ત્યારે એકાએક તેમને જંગલમાં વિદ્યાધર મણિશેખર મળ્યા. રાજકુમારને જોતાં જ મણિશેખર ભાગવાની કોશિશ કરવા લાગ્યા. તક જોઈને રડતી યશોમતીએ રાજકુમારને પોતાના અપહરણની દારુણ ઘટના કહી સંભળાવી તથા મણિશેખરથી પોતાને બચાવવાની આજીજી કરી. મણિશેખર બળપૂર્વક તેની ઈચ્છાવિરુદ્ધ લગ્ન કરવા માગતો હતો.
રાજકુમાર શંખે મણિશેખરને સમજાવ્યો અને તે નહિ માનતાં યુદ્ધનો આરંભ કર્યો. મણિશેખર યુદ્ધમાં પરાજિત થઈને ભાગી ગયો. રાજકુમાર યશોમતી રાજકુમાર શંખના અદ્દભુત શૌર્યથી અત્યંત પ્રભાવિત થઈ. એટલામાં તેના પિતા જિતારિ પણ તેની શોધ કરતા કરતા ત્યાં પહોંચી ગયા. સમગ્ર વાત સાંભળીને તેઓ અત્યંત પ્રસન્ન થયા અને કન્યાની ઈચ્છા જાણીને રાજકુમાર શંખ સાથે જંગલમાં જ તેનો વિવાહ કરી દીધો.
રાજા શ્રીષેણને વિજયની સાથોસાથ પુત્ર-આગમનના પણ સમાચાર મળ્યા. તેઓ પ્રસન્ન થઈને પુત્રની સામે આવ્યા તથા વિજયોલ્લાસ સહિત નગરમાં પ્રવેશ કરાવ્યો. પુત્રના શૌર્યનો મહિમા સાંભળીને રાજા ખૂબ પ્રસન્ન થયો. તેને યોગ્ય સમજીને તે જ ઉત્સવમાં પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને પોતે અણગાર બનીને ઉત્કૃષ્ટ સાધનામાં જોડાઈ ગયા. કેટલાંક વર્ષોમાં તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
રાજા શંખ કુશળતાથી રાજ્ય સંભાળતા હતા. એક વખત શહેરથી દૂર જંગલમાં આવેલા ઉદ્યાનમાં તેઓ સપત્નીક ક્રિડા કરવા ગયા. અનેક મિત્રો
ભગવાન શ્રી અરિષ્ટનેમિ ॥ ૧૪૩