________________
ભગવાન શ્રી અરિષ્ટનેમિ
ચોવીસ તીર્થંકરોમાં એકવીસ તીર્થંકરો પ્રાગુ ઐતિહાસિક કાળમાં થઈ ગયા. ત્રેવીસમાં પાર્થ અને ચોવીસમા મહાવીર ઐતિહાસિક મહાપુરુષો છે. બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિને અગાઉ પ્રાગુ | ઐતિહાસિક માનવામાં આવતા હતા. આજે કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે તેઓ ઐતિહાસિક |છે. સંદર્ભો તથા ઉલ્લેખો દ્વારા હવે એ ચોક્કસ *
પ્રમાણિત થયું છે કે ભગવાન અરિષ્ટનેમિ
Jઐતિહાસિક મહાપુરુષ હતા. તેમના નવ ભવોનું વર્ણન ઉપલબ્ધ થાય છે. પ્રથમ અને બીજો ભવ
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અચલપુર નામના નગરમાં રાજા વિક્રમધન રાજ્ય કરતા હતા. તેમની પટરાણી ધારિણી હતી. પટરાણીએ શુભ સ્વપ્નો સહિત ગર્ભ ધારણ કર્યો. પુત્રનો જન્મ થતાં તેનું નામ ઘનકુમાર રાખ્યું. તે યુવાન થતાં. તેનો વિવાહ કુસુમપુર નરેશ સિંહની પુત્રી રાજકુમારી ધનવતી સાથે થયો.
એક દિવસ બંને જળક્રિડા માટે ગયાં હતાં. ત્યાં એક રોગી મુનિને નિહાળ્યા. તેમણે મુનિની સેવા કરી. મુનિ નગરમાં પધાર્યા ત્યારે નિર્દોષ આહાર, પાણી, દવા વગેરે દ્વારા ખૂબ સેવા-ભક્તિ કરી. મુનિના ઉપદેશથી તેમણે સમ્યત્વ સહિત શ્રાવકનાં વ્રત ધારણ કર્યા. વિક્રમધને ધનકુમારને રાજા બનાવ્યા અને પોતે દીક્ષિત થઈ ગયા.
મહારાજ ધન તથા મહારાણી ઘનવતીએ પોતાના પુત્ર જયંતને રાજ્યનો ભાર સોંપીને દીક્ષા લીધી. અંતે સમાધિમરણ પ્રાપ્ત કરી સૌધર્મ (પહેલા) દેવલોકમાં બંને મહર્વિક દેવ બન્યાં. ત્રી અને ચોથો ભવ ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તર શ્રેણીઓમાં સૂરતેજ નગર હતું.
ભગવાન શ્રી અરિષ્ટનેમિ [ ૧૪૧