________________
તેમણે કહ્યું, “મહારાજ, આપના શરીરમાં તો કીડા પડી ગયા છે. ખાતરી કરવી હોય તો આપનું ઘૂંક જુઓ.” ચક્રવર્તી ઘૂંક્યા. ધ્યાનપૂર્વક જોતાં તેમાં ખરેખર કીડા દેખાયા. ચક્રવર્તીને શરીરની નશ્વરતાનું ભાન થયું. તત્કાળ તેમનું દય શારીરિક સોંદર્યથી વિરક્ત થઈ ગયું.
સનસ્કુમારે પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપ્યું. તેમજ ભગવાન ધર્મનાથના શાસનમાં દીક્ષિત થઈને ઉત્કૃષ્ટ તપસ્યા કરવા લાગ્યા. કાલાન્તરે તેઓ વિવિધ લબ્ધિઓના ધારક બન્યા. એક વખત સ્વર્ગમાં રાજર્ષિની પુનઃ પ્રશંસા થઈ. ત્યારે તેમની વૈદેહ ભાવનાની પરીક્ષા કરવા માટે એક દેવતા વૈદ્યનું રૂપ ધારણ કરીને આવ્યા. લોકો વૈદ્યને મુનિ પાસે લઈ ગયા. વૈદ્ય રૂપઘારી દેવે મુનિને જોઈને કહ્યું, “મારી દવા લેશો તો રોગ મટી જશે.” રાજર્ષિએ પૂછ્યું, “આપ કયો રોગ મટાડવાની વાત કરો છો : દ્રવ્ય કે ભાવ? દ્રવ્ય રોગ મટાડવાની ક્ષમતા તો મારી પાસે પણ છે. શું તમે ભાવ રોગ મટાડી શકો છો ?' આમ કહીને રાજર્ષિએ કુષ્ઠગ્રસ્ત જગ્યાએ પોતાનું ઘૂંક ચોપડ્યું. થોડીક જ ક્ષણોમાં રોગ દૂર થઈ ગયો. ત્યાં ચામડીનો રંગ બદલાઈ ગયો.
વિસ્મિત દેવે મુનિનાં ચરણોમાં મસ્તક ઝુકાવ્યું તેમજ સમગ્ર ઘટના કહીને સ્વર્ગમાં પાછા ફર્યા. સનસ્કુમારે અંતે મુક્તિનું વરણ કર્યું. અનેક આચાર્ય તેમનું સ્વર્ગગમન પણ માને છે. આ સૌ નરરત્ન મહાપુરુષ ભગવાન ધર્મના શાસનકાળમાં થયા. તેમના કારણે ઘાર્મિક લોકોને પણ વિશેષ અનુકૂળતા રહી હતી. નિર્વાણ
ગંધહસ્તિની જેમ અપ્રતિહત વિચરતા વિચરતા ભગવાન સન્મેદશિખર પહોંચ્યા. પોતાનું નિર્વાણ નિકટ નિહાળીને તેમણે આઠસો મુનિઓ સહિત અનશન ગ્રહણ કર્યું તથા એક માસના અનશન દ્વારા સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. પ્રભુનો પરિવાર ૦ગણધર
- ૪૩ ૦ કેવલજ્ઞાની
- ૪૫૦૦ ૦ મન:પર્યવજ્ઞાની
૪૫૦૦ ૦ અવધિજ્ઞાની
- ૩૦૦ ૦ વૈક્રિય લબ્ધિઘારી
- ૭૦૦૦ ૦ચતુર્દશ પૂર્વી
- ૯૦૦ ૦ચર્ચાવાદી
- ૨૮૦૦
તીર્થંકરચરિત્ર ૧૧૨