________________
ગયા. ઘોડો જેવો શહેરની બહાર નીકળ્યો, કે તરત વાયુવેગે દોડવા લાગ્યો અને થોડીક ક્ષણોમાં રાજકુમાર સહિત તે અદશ્ય થઈ ગયો. રાજા અશ્વસેન અત્યંત ચિંતિત થઈને કુમારની શોધ કરવા લાગ્યા. જંગલમાં આંધીને કારણે ઘોડાનાં પગલાં પણ લુપ્ત થઈ ગયાં હતાં.
સનતકુમારના મિત્ર મહેન્દ્રસિંહ રાજા અશ્વસેનને જેમ તેમ સમજાવીને પાછા મોકલ્યા અને પોતે કુમારને શોધવાની પ્રતિજ્ઞા કરીને આગળ વધ્યા. અનેક પ્રદેશોમાં ફરતા ફરતા તેઓ ખૂબ આગળ નીકળી ગયા. છતાં રાજકુમારનો ક્યાંય પતો ન મળ્યો. ફરતાં ફરતાં એક વર્ષ વીતી ગયું. એક વખત મહેન્દ્રસિંહ પોતાના મિત્રને શોધતો શોધતો એક ગાઢ જંગલમાં જઈ રહ્યો હતો. એકાએક તેના કાનમાં હંસ, મોર, સારસ વગેરે પક્ષીઓના મધુર અવાજ આવવા લાગ્યા. મહેન્દ્રસિંહ તે દિશામાં ચાલ્યો. થોડેક આગળ જતાં એક સુંદર ઉપવન નજરે પડ્યું. ઉપવનમાં લતકુંજમાં તેને નવોઢા રમણીઓ દ્વારા ઘેરાયેલો એક યુવક દેખાયો. નજીક પહોંચતાં જ બંનેએ પરસ્પરને ઓળખ્યા. બંને આલિંગનબદ્ધ થઈને એકબીજાને મળ્યા. મહેન્દ્રસિંહના પૂછવાથી સનસ્કુમારે કહ્યું કે, “મારા લુપ્ત થઈ જવાની ગાથા મારી પાસેથી નહીં, પરંતુ વિદ્યાધર કન્યા વકુલમતી પાસેથી સાંભળો.”
પરમ સુંદરી વકુલમતીએ સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું. રાક્ષસને પરાજિત કરવાની ઘટના જાણીને મહેન્દ્રસિંહ અત્યંત પ્રસન્ન થયો. પોતાના બાળમિત્રને માતા પિતાની યાદ અપાવી અને સાથે ચાલવાનો આગ્રહ કર્યો. સનકુમાર વિદ્યાધર કન્યાઓને લઈને પોતાના મિત્ર મહેન્દ્રની સાથે પોતાની નગરીમાં આવ્યો. રાજા અશ્વસેને સહપરિવાર સામે જઈને પુત્રનું સ્વાગત કર્યું. તેનાં મહાન કાર્યો સાંભળીને અત્યંત પ્રસન્ન થયા. રાજાએ સહર્ષ તેનો રાજ્યાભિષેક કરી દીધો. રાજા બન્યા પછી થોડાક સમય બાદ સનકુમારની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. સમસ્ત દેશ ઉપર વિજય મેળવીને સનકુમાર એક સાર્વભૌમ ચક્રવર્તી બની ગયા.
પ્રૌઢાવસ્થામાં પણ સનસ્કુમારના શારીરિક સૌંદર્યમાં કોઈ જ પરિવર્તન આવ્યું નહિ. એક વખત શક્રેન્દ્ર મહારાજે તેમના સૌંદર્યની પ્રશંસા કરી. બે દેવતાઓ તેમનું રૂપ નિહાળવા માટે મૃત્યુલોકમાં પધાર્યા. વૃદ્ધ પુરુષનું રૂપ ધારણ કરીને તેઓ રાજમહેલમાં પહોંચ્યા. આજ્ઞા મેળવીને અંદર પ્રવેશ્યા. ચક્રવર્તી સ્નાન પૂર્વે માલીશ કરાવી રહ્યા હતા. દેવગણ તેમને જોઈને વિસ્મિત થઈ ઊઠ્યો. ચક્રવર્તી સનકુમારે કહ્યું, “હજી તો તમે કશું જ જોયું નથી. જો તમારે સૌંદર્યનો સાક્ષાત્કાર કરવો હોય તો થોડી વાર પછી રાજ્યસભામાં ઉપસ્થિત થજે.' દેવોએ કહ્યું, “જેવી આજ્ઞા !” દેવો રાજ્યસભામાં પહોંચ્યા. સનકુમારનું રૂપ નિહાળીને તેમણે પોતાનું મોં ફેરવી લીધું. ચક્રીના પૂછવાથી
ભગવાન શ્રી ઘર્મનાથ ૧૧૧