________________
પ્રભુના શાસનકાળમાં બે ચક્રવર્તી પણ થયા હતા. ત્રીજા શ્રી મઘવા તથા ચોથા શ્રી સનતકુમાર. સાવત્થી નગરીના રાજા સમુદ્રવિજયના પુત્ર મઘવાનો જન્મ ચૌદ મહાસ્વપ્નો થયો હતો. તેમણે યુવાનીમાં પ્રવેશ કર્યો ત્યારે આયુધ શાળામાં ચક્રરત્ન પેદા થયું. સમસ્ત ભરતક્ષેત્રના તેઓ એકછત્ર ચક્રવર્તી બન્યા. તમામ રાજાઓ તેમના આજ્ઞાનુવર્તી હતા. આટલા મોટા વિશાળ સામ્રાજ્યને પામીને પણ તેઓ એક ક્ષણ માટેય ધર્મને ભૂલ્યા નહોતા. તેમજ સદૈવ લોકોને પણ પ્રેરણા આપતા હતા. ચક્રવર્તી મઘવાની ભાવનામાં એક વખત ઉત્કર્ષ આવ્યો અને પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને ભગવાનના ઉત્તરવર્તી આચાર્ય પાસે દીક્ષિત થઈને સાધના કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યો. કેટલાક ગ્રંથોમાં તેમના દેવલોકમાં મહર્ધિક દેવ બનવાનો ઉલ્લેખ મળે છે.
ચોથા ચક્રવર્તી સનતકુમાર પણ તેમના શાસનકાળમાં થયા હતા. હસ્તિનાપુરના રાજા અશ્વસેન તેમના પિતા હતા. માતાનું નામ મહારાણી સહદેવી હતું. બાળપણથી જ તેઓ વિવિધ કલાઓમાં નિપુણ હતા. આમ છતાં ઉપાધ્યાયની પાસે બોતેર લૌકિક કલાઓનું જ્ઞાન મેળવ્યું.
એક વખત રાજાને ત્યાં ઘોડાનો એક વેપારી પ્રશિક્ષિત ઘોડા લઈને આવ્યો. યુવરાજ સનકુમાર એક ઘોડા ઉપર બેસીને અશ્વપરીક્ષા માટે ફરવા
છે
1
-
1
૦RN
Koo
કરી
TINA
ર
?
Click
ને
તીર્થકરચરિત્ર ૧૧૦