________________
ઇચ્છે તો અઢીદ્વીપ (જબૂદ્વીપ, ઘાતકીય ખંડ તથા અર્ધપુષ્કરદ્વીપ)માં સમનસ્ક પ્રાણીઓના મનોગત ભાવોને જાણી શકે છે.
દીક્ષાના દિવસે ભગવાનને ચૌવિહાર છઠ્ઠનું તપ ચાલતું હતું. બીજા દિવસે સાવત્થી નગરીના રાજા સુરેન્દ્રને ત્યાં પ્રથમ પારણું થયું.
ભગવાન સંભવનાથ ચૌદ વર્ષ સુધી મુનિ અવસ્થામાં વિચરણ કરતા રહ્યા. તેમણે જીતેન્દ્રિયતાની સાથે કર્મબંધનોનો પૂર્ણતઃ ક્ષય કરવાનું શરૂ કર્યું. વિચરતા વિચરતા તેઓ પુનઃ સાવત્થી નગરીમાં પધાર્યા. ત્યાં જ તેમણે છvસ્થ કાળનો અંતિમ ચાતુર્માસ કર્યો.
સાધના કરતાં કરતાં ત્યાં જ આસો વદ પના દિવસે શુક્લધ્યાન સહિત ભગવાન ઉચ્ચ શ્રેણી ઉપર આરૂઢ થયા. મોહનો ક્ષય કરવાની સાથે સાથે સાયિક ચારિત્રવાન બન્યા. અંતરૂ-મુહૂર્તમાં બાકીનાં ત્રણ ઘાતી કર્મનો ક્ષય કરીને તેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી.
ઈન્દ્રોએ ભગવાનનો કેવલ-મહોત્સવ ઉજવ્યો. ભગવાનની જન્મ તેમજ દીક્ષાભૂમિના લોકોએ જ્યારે ભગવાનની સર્વજ્ઞતાની વાત સાંભળી ત્યારે સુખદ આશ્ચર્ય સહિત સૌ ઉદ્યાનમાં દર્શનાર્થે ઊમટી પડ્યાં. વંદન કરીને સુર-રચિત સમવસરણમાં સૌ બેસી ગયાં. ભગવાને દેશના આપી. આગાર તેમજ અણગાર બંને પ્રકારની ઉપાસના નિરૂપિત કરી. પ્રથમ દેશનામાં ચતુર્વિધ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) સંઘની સ્થાપના થઈ ગઈ. નિર્વાણ
પ્રભુએ આર્યજનપદમાં દીર્ઘકાળ પર્યત વિચરણ કર્યું. લાખો ભવ્યજનોનો ઉદ્ધાર કર્યો. અંતે પોતાનું મહાપ્રયાણ નજીક સમજીને તેમણે સન્મેદશિખર ઉપર એક હજાર સાધુઓ સાથે અનશન કરી લીધું. શુક્લધ્યાનના ચોથા ચરણમાં પહોંચીને તેમણે ક્રિયામાત્રનો વિચ્છેદ કરી દીધો. અયોગી અવસ્થા પામીને તેમણે બાકીનાં અઘાતી કર્મોનો ક્ષય કર્યો અને સિદ્ધત્વ પામ્યા. પ્રભુનો પરિવારગણધર
- ૧૦૨ ૦ કેવલજ્ઞાની
- ૧૫,૦૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની
- ૧૨,૧૫૦ ૦ અવધિજ્ઞાની
- ૯,૬૦૦ ૦એવૈક્રિય લબ્ધિઘારી - ૧૯,૮૦૦
તીર્થકરચરિત્ર [ ૫૮