________________
G
ભગવાન શ્રી પદ્મપ્રભ
પૂર્વભવ
ઘાતકી ખંડદ્વીપની પૂર્વ મહાવિદેહની વત્સવિજયમાં સુસીમા નામની નગરી હતી. ત્યાં અપરાજિત નામનો રાજા રાજ્ય કરતો હતો.
અપરાજિત સમ્રાટનું પદ પામીને પણ સંત દય ધરાવતો હતો. વાસના ઉપર તેણે વિજય મેળવ્યો હતો. વાસના ક્યારેય તેના ઉપર વિજય મેળવી શકતી નહોતી. રાજ્યના વડીલો અને
વૃદ્ધો હમેશાં કહેતા કે અમારા સમ્રાટમાં ભોગની દૃષ્ટિએ ક્યારેય તરુણાવસ્થા આવી નથી, તે હમેશાં એક લક્ષ્યબદ્ધ મનીષીની જેમ રહ્યા છે. તેમના યૌવનનો ઉન્માદ ક્યારેય જોવા મળ્યો નથી.
સમ્રાટ સાચે જ વિરક્તદયી હતા. તેમના રાજ્યસંચાલનની પ્રક્રિયા તો માત્ર જવાબદારીનો નિર્વાહ કરવા પૂરતી જ હતી. તેમને રાજમહેલ સાથે જાણે કોઈ સંબંધ જ નહોતો. સઘળું મેળવ્યા પછી પણ તેઓ તેને છોડવાની પ્રતીક્ષામાં જ હતા.
સંજોગો મળતાં પિહિતાશ્રવ ઈંદ્રિયગુપ્ત અણગાર પાસે તેમણે અનિકેત ધર્મ ગ્રહણ કર્યો તથા બાહ્ય જગતથી સર્વથા નિવૃત્ત થઈને આંતરિક સાધનામાં તેઓ એકાગ્ર બની ગયા.
તીર્થંકર-ગોત્ર-બંધનાં વીસ કારણોની તેમણે વિશેષ ઉપાસના કરી. કર્મોની મહાનિર્જરા કરીને તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતે અનશન યુક્ત સમાધિપૂર્વક પ્રાણ ત્યાગીને તેઓ ત્રૈવેયકમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
જન્મ
એત્રીસ સાગ૨નું પૂર્ણ આયુષ્ય ભોગવીને તેઓ જંબૂટ્ટીપના ભરત ક્ષેત્રમાં અવતરિત થયા. કૌશાંબી નગરીના રાજમહેલમાં રાજા ઘરની મહારાણી સુસીમાની પવિત્ર કૂખે તેઓ આવ્યા. અર્ધસુષુપ્ત અવસ્થામાં
તીર્થંકરચરિત્ર C ૭૦