________________
લોકોએ બાળકનું નામ શ્રેયાંસકુમાર પાડ્યું.
રાજા વિષ્ણુએ શ્રેયાંસકુમાર જ્યારે યુવાવસ્થામાં આવ્યા ત્યારે અનેક સુયોગ્ય રાજ્યકન્યાઓ સાથે તેમનું પાણિગ્રહણ કરાવ્યું. તેમજ આગ્રહપૂર્વક રાજ્યાભિષેક કર્યો. શ્રેયાંસકુમારે રાજા બન્યા પછી સુચારુ રૂપે રાજ્યનું સંચાલન સંભાળ્યું. તેમના રાજ્યકાળમાં લોકો અનૈતિક કાર્યોથી દૂર રહેવા લાગ્યા. વ્યવસ્થા એવી કરવામાં આવી કે અનૈતિક બનવાનો કોઈને પ્રસંગ જ રહે નહિ.
દીક્ષા
ચારિત્ર મોહનીય કર્મનો પ્રબળ ક્ષયોપશમ નજીક સમજીને પ્રભુએ પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપી દઈને વર્ષીદાન દીધું. શ્રેયાંસ પ્રત્યે આસ્થા રાખનાર લોકો તેમની વિરક્તિ જોઈને વિરક્ત થઈ ગયા અને તેમની સાથે દીક્ષા લેવા તત્પર થઈ ઊઠ્યા. નિશ્ચિત તિથિ મહા વદ તેરસના દિવસે પ્રભુ સુખપાલિકા ઉપર બેસીને જનસમૂહસહિત ઉદ્યાનમાં આવ્યા, પંચમુષ્ટિ લોચ કર્યો તથા અશોક વૃક્ષ નીચે એક હજાર દીક્ષાર્થી વ્યક્તિઓ સાથે સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું. બીજા દિવસે સિદ્ધાર્થપુર નગરમાં રાજા નંદને ત્યાં ૫૨માન્ન (ખી૨) વડે પા૨ણું કર્યું.
બે માસ સુધી પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં વિચરતા રહ્યા. પરીષહો સહન કરતાં કરતાં તેમણે ધ્યાન અને સ્વાધ્યાય વડે કર્મોની મહાન નિર્જરા કરી. પોષ વદ અમાસના દિવસે શુક્લ ધ્યાન દ્વારા ક્ષપક શ્રેણી મેળવી, ઘાતી કર્મોનો ક્ષય કરીને કૈવલ્ય પ્રાપ્ત કર્યું. પ્રથમ પ્રવચનમાં તીર્થની સ્થાપના થઈ ગઈ, મોટી સંખ્યામાં લોકોએ સાધુ-શ્રાવકનાં વ્રતો ગ્રહણ કર્યાં.
આર્યજનપદમાં પ્રભાવ
આર્યજનપદમાં ભગવાન શ્રેયાંસનો ધાર્મિક પ્રભાવ અભૂતપૂર્વ હતો. જનપદના અમીર અને ગરીબ લોકોમાં તેઓ એકસરખી આસ્થાના કેન્દ્ર હતા. તત્કાલીન રાજાઓ ઉપર પણ તેમનો પ્રભાવ અમિટ હતો.
એક વખત ભગવાન શ્રેયાંસનાથ ફરતા ફરતા પોતનપુર પધાર્યા. ઉદ્યાનમાં રહ્યા. રાજપુરુષે અર્ધચક્રી પ્રથમ વાસુદેવ શ્રી ત્રિપૃષ્ઠને પ્રભુના આગમનની જાણ કરી. માહિતી મળતાં વાસુદેવ ત્રિપૃષ્ઠ એટલા બધા હર્ષવિભોર બન્યા કે જાણ કરનારને તેમણે સાડાબાર કરોડ મુદ્રાનું દાન કરીને પોતાનો હર્ષ પ્રગટ કર્યો તથા તત્કાળ પોતાના વડીલ બંધુ બલદેવ અચલ સાથે આવીને પ્રભુનાં દર્શન કર્યાં. તેઓ આ અવસર્પિણીના પ્રથમ વાસુદેવ તેમજ પ્રથમ બલદેવ હતા.
સત્તારૂઢ વ્યક્તિઓથી માંડીને સેવાધીન વ્યક્તિઓ સુધી સૌકોઈ ભગવાન શ્રી શ્રાંસનાથ જી ૯૧