________________
ધર્મપત્ની વૈજયંતીને પણ ચૌદ મહાસ્વપ્ન આવ્યાં. દેવત્વનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય ભોગવીને ભરતક્ષેત્રની વિનીતા નગરીમાં રાજા જિતશત્રુના રાજમહેલમાં આવીને મહારાણી વિજયાદેવીની કૂખે અવતરિત થયા. તે રાત્રે મહારાણી વિજયાદેવીએ ચૌદમહાસ્વપ્નો નિહાળ્યાં. પુત્રરત્નનો જન્મ થવો એ તો ખુશીની વાત હોય જ છે, તેમાંય જગત્રાતાનો જન્મ થાય એ તો વિશેષ આનંદ-મંગળની વાત હતી.
સવારે સ્વપ્નશાસ્ત્રીઓને બોલાવીને બંને રાણીઓનાં સ્વપ્નોનાં ફળ પૂછવામાં આવ્યાં. સ્વપ્નશાસ્ત્રી ચકિત હતા કારણ કે એક સાથે બંને રાણીઓને ચૌદમહાસ્વપ્નો કેવી રીતે આવ્યાં ! ખૂબ વિચારવિમર્શ કર્યા પછી તેઓ એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે એક તીર્થકર અને એક ચક્રવર્તીનો જન્મ થયો હોવો જોઈએ. સમગ્ર પરિવારમાં હર્ષનું વાતાવરણ પ્રસરી ગયું. બંને મહારાણીઓ સાવધાનીપૂર્વક ગર્ભનું જતન કરવા લાગી.
જન્મ
મહા સુદ આઠમની મધ્યરાત્રીની મંગળ વેળાએ ગર્ભકાળ સમાપ્ત થતાં સુખપૂર્વક ભગવાનનો જન્મ થયો. ચોસઠ ઈદ્ર એકત્રિત થયા. રાજાએ જન્મોત્સવ ઉજવ્યો. આ પ્રસંગે સઘળા કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા. ઘેર ઘેર આનંદનું વાતાવરણ વ્યાપી વળ્યું. અગિયાર દિવસ સુધી રાજકીય ઉત્સવ ઉજવવામાં આવ્યો. નામકરણ.
નામકરણના દિવસે પારિવારિક પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત પારિવારિક સભ્યોએ પુત્રને ગોદમાં લઈને આશીર્વાદ પાઠવ્યા. પુત્રને કયા નામથી સંબોધવો તે વિષયની પરિચર્ચામાં મહારાણી વિજયાદેવીએ કહ્યું, લગ્ન પછી અનેક વખત મહારાજ સાથે ઘૂતક્રિડાનો પ્રસંગ આવ્યો, પરંતુ દરેક વખતે મારે હારવું પડ્યું. મારા મનમાં એવી આકાંક્ષા હતી કે આખરે એક વખત તો હું પણ તેમને જીતી લઉં. આ મનોકામના આ બાળકના ગર્ભમાં આવ્યા પછી પૂર્ણ થઈ. તે દિવસોમાં હું જેટલી વખત જુગાર રમી તે દરેકમાં સારો વિજય થયો. તે સમયે હું અજેય બની ગઈ.
સમ્રાટ જિતશત્રુએ કહ્યું, આસપાસનાં રાજ્યોમાંથી જે સૂચના તેમજ શત્રુરાજ્યોમાંથી ગુપ્તચરો દ્વારા જે માહિતી મળી છે, તે અત્યંત આશ્ચર્યજનક છે. આ મહિનાઓમાં શત્રુરાજ્યોના દિલમાં પણ એવી ભાવના ઉત્પન્ન થઈ કે મહારાજા જિતશત્રુ અજેય છે. તેમને જીતવાનું અશક્ય છે. તેમની સાથે શત્રુતા પ્રાણઘાતિની સિદ્ધ થઈ શકે છે. આવી એક ભાવના દઢ બની ગઈ. જો કે મેં યુદ્ધની તૈયારી કરી નથી, છતાં આ શુભ સંકેતોનું ઉત્પન્ન થવું, એમાં મને તો
ભગવાન શ્રી અજિતનાથ ] ૪૯